Home ENTERTAINMENT ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીની વાપસીને લઈને આવ્યા આ મોટા...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીની વાપસીને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો

280
0

ટેલીવિઝન પર દર્શકોની ફેવરિટ કોમેડી સીરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. અનેક કલાકારો બદલાવાના કારણે શૉની TRPમાં પણ ઘણી ચડઉતર જોવા મળી રહી છે. આ ઉપરાંત દર્શકો લાંબા સમયથી “દયા”ને મિસ કરી રહ્યા છે. જો કે રાહ જોઈ રહેલા દર્શકોની આતુરતાનો અંત આવશે અને તેમના માટે સારા સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, દયાબેન એટલે કે દિશા વકાણી શૉમાં કમબેક કરી રહી છે.

જણાવી દઈએ કે, દિશા વકાણીએ પોતાની પ્રેગ્નેન્સીને પગલે વર્ષ 2017માં શૉ઼માંથી બ્રેક લીધો હતો. જો કે વચ્ચે સમાચાર મળ્યા હતા કે, શૉમાં પરત ફવા માટે તેણે વધારે રૂપિયાની માંગણી કરી હતી. શોના નિર્માતા આસિત કુમાર મોદીના તમામ પ્રયત્નો છત્તા દિશાની શૉમાં વાપસી ના થઈ શકી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિશા વકાણી નવરાત્રી દરમિયાન એટલે કે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર વચ્ચે સીરિયલમાં એન્ટ્રી કરી શકે છે. શૉના નિર્માતા અસિત મોદી અને દિશા વચ્ચે બધુ સેટ થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here