Home GUJARAT લ્યો બોલો, હજી બેંકોમાં આત્મનિર્ભર યોજનાના ફોર્મ જ નથી આવ્યા, લોકો સવારના...

લ્યો બોલો, હજી બેંકોમાં આત્મનિર્ભર યોજનાના ફોર્મ જ નથી આવ્યા, લોકો સવારના લાઈનમાં ઉભા છે

931
0

ગુજરાત સરકાર તરફથી 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાના વ્યાજદરે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત જે  આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજથી રાજ્યની બેંકો ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી રાજ્યભરની કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટી કો-ઓપરેટિવ બેંક મળીને કુલ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે લોન લેવા માટે બેંકો બહાર મોટી સંખ્યામાં લાઈન જોવા મળી. તો કેટલાક શહેરોમાં ફોર્મ આવ્યા નથીની ફરિયાદો પણ ઉઠી છે.

ફોર્મ ન મળતા લોકોનો સરકાર અને બેંક સામે અસંતોષ જોવા મળ્યો છે. તો, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનું ફોર્મ માટે અમદાવાદની GCS બેંક ખાતે પણ લાંબી લાઈન લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here