Home GUJARAT શિકારની શોધમાં નીકળેલા બે દીપડાના કામરેજ પાસે ટ્રકની અડફેટે આવતા કરુણ મોત

શિકારની શોધમાં નીકળેલા બે દીપડાના કામરેજ પાસે ટ્રકની અડફેટે આવતા કરુણ મોત

1557

જંગલી જાનવરો શિકારની શોધમાં શહેરોમાં અવાર-નવાર ચડી આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં સુરત શહેર  સુધી આવી ચડેલા દીપડા ઓને પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવ્યા છે.  સુરતના કામરેજ પાસે નવી પારડીમાં ટ્રકની અડફેટે આવતા 2 દીપડા ના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં 2 દીપડાનાં મોત નિપજ્યા જ ચકચાર મચી ગઈ છે. ટ્રકની અડફેટે બે કદાવર દીપડાનાં મોત નિપજ્યા છે.રાત્રીનાં અંદાજે 2 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. કામરેજ પાસે નવી પારડીમાં અકસ્માતની ઘટના બની હતી..જો કે, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે આવી જ ઘટના અમદાવાદના સરખેજ હાઈવે ઉપર પણ આ પહેલા બની ચૂકી છે. જય અજાણ્યા વાહન ચાલકની ટક્કરે દીપડાનું મોત નિપજ્યું છે. જણાવીએ કે, સનાથલ ચોકડીની આસપાસ દીપડાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. દીપડો શિકારની શોધમાં સનાથલ ચોકડી સુધી પહોંચી ગયો હતો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વાહનની અવર-જવર અને શોર-શરાબાથી ભડકવાના કારણે તેની ટક્કર કોઈ સાધન સાથે થઈ ગઈ હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું હતું.