Home Business 75 ટકા કંપનીઓ સંપત્તિઓના ડિસઇન્વેસ્ટ કરવાની તૈયારીમા છે

75 ટકા કંપનીઓ સંપત્તિઓના ડિસઇન્વેસ્ટ કરવાની તૈયારીમા છે

781

ત્રણ-ચતુર્થાંશ એટલે કે રોગચાળાને કારણે આર્થિક સંકટનો સામનો કરતી લગભગ 75 ટકા કંપનીઓ તેમની બિન-આવશ્યક સંપત્તિ વેચવાનું વિચારી રહી છે. કન્સલ્ટિંગ કંપનીના વાર્ષિક સર્વેમાં આ હકીકત સામે આવી છે. 30 કંપનીઓ પર ઇવાય દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર કંપનીઓ દ્વારા તેના લિક્વિડિટી ક્રંચના મુદ્દાને હલ કરવા અને રોકાણ કરવા માટે આ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ 2020-21માં અર્થતંત્રમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. રોગચાળાની નવી લહેરનો અર્થ એ થયો કે અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં નીચલા બેઝ ઇફેક્ટ પર પણ બે આંકડાની વૃદ્ધિ પ્રાપ્ત કરી શકશે નહીં. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 73 ટકા કંપનીઓ આગામી બે વર્ષમાં તેમની સંપત્તિનો ડિસઇન્વેસ્ટ કરવાની યોજના ધરાવે છે.

કોવિડ -19 રોગચાળાને કારણે કંપનીઓને વ્યવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા મૂડીની જરૂર હોય છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સંપત્તિના સમયસર ડિસઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને જરૂરી ભંડોળ પૂરું પાડી શકે છે જેથી તેઓ કટોકટીના સમયમાં વિકાસ કરી શકે. સલાહકાર કંપનીના ભાગીદાર નવીન તિવારીએ જણાવ્યું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને લડાઇ ક્ષમતા વિકસાવવા અને તેમના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.