મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગે સોમવારે 28.10 કરોડ રૂપિયાની કિંમતના 2.81 કિલો કોકેઈન સાથે એક ભારતીય મુસાફરને પકડ્યો હતો. તેણે ડફલ બેગના ડબલ લેયર્સ વચ્ચે કોકેઈન છુપાવ્યું હતું. આ જપ્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
એ જ રીતે, સોમવારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોકલેટ પાવડર મિશ્રિત 211 ગ્રામ સોના સહિત રૂ. 21.55 લાખનું સોનું જપ્ત કર્યું હતું.
દુબઈથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવેલા એક મુસાફરને તપાસ દરમિયાન અટકાવવામાં આવ્યો તો તેની પાસેથી આ સોનું મળી આવ્યું. આના બે દિવસ પહેલા, 7 જાન્યુઆરી, શનિવારના રોજ, ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ ET-460માં મુંબઇ એરપોર્ટ પર પહોંચેલ એક વ્યક્તિ પકડાયો હતો, અને તેની બેગમાંથી તેના કુર્તાના બટનો વચ્ચે છુપાયેલું 1.5 કિલો કોકેન મળી આવ્યું હતું. તે જ દિવસે કસ્ટમ્સે મુંબઈ એરપોર્ટ પર 4.47 કિલો હેરોઈન રિકવર કર્યું હતું.