Home GUJARAT અમદાવાદ રિવરફ્રન્ટ પર યોગ શિબિર યોજાઈ

અમદાવાદ રિવરફ્રન્ટ પર યોગ શિબિર યોજાઈ

1036
0

હેલ્થ માટે જાગૃત અમદાવાદીઓ મોટી સંખ્યામાં યોગમાં જોડાયા

શિયાળાની શરુઆત થતાંની સાથે જ શહેરીજનોમાં સ્ફુર્તિ ભરાઈ ગઈ છે.  રોજ બગીચાઓ અને રિવરફ્રન્ટ વોક વે પર એક્સસાઈઝરોની ભીડ જોવા મળી રહી છે. તેમજ શિયાળાની ફુલ ગુલાબી સવારમાં લોકો હેલ્થને પ્રાધાન્ય આપતા હોઈઅમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ યોગા શિબિરનું આયોજન કરવામાં  આવ્યું છે. આ  રિવરફ્રન્ટ પર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

24 નવેમ્બર સુધી ચાલનારી યોગ શિબિરમાં રોજ અલગ અલગ એક્સપર્ટ દ્વારા યોગ નોલેજ આપશે 

યોગ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા હેલ્થ જાગૃતિ માટે આ શિબિરનું આયોજન કરાયું છે. આ યોગ શિબિર  15 નવેમ્બરથી શરુ કરવામાં આવી છે.  24 સુધી ચાલનારી આ શિબિરમાં અલગ અલગ એક્સપર્ટ યોગનું નોલેજ આપશે આ શિબિરમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ જોડાવા માટે આતુર છે. શિબિરમાં બોર્ડનાં શિક્ષણાધિકારી , AMC સ્કૂલ બોર્ડના શિક્ષણાધિકારીએ યોગ કર્યા હતા..

શિક્ષકોને અને બાળકોને યોગનો સંદેશો આપવા શિક્ષણાધિકારી જોડાયા

 

15 નવેમ્બરથી શરુ થયેલી આ યોગ શિબિર  24 નવેમ્બર સુધી યોજાઈ રહેલી આ શિબિર સવારે 6 વાગ્યાથી 7.30 વાગ્યા દરમિયાન યોજાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી ડો. લગધિર દેસાઈ સહિતનાં અને ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ શિબિરનો હેતું લોકોમાં હેલ્થ અવેરનેશ તથા યોગ અવેરનેશ વધારવાનો છે. તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવવા માટે શાસનાધિકારી જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here