Home GUJARAT આજથી સિંહ દર્શન શરૂ, લોકો આરામથી વનરાજાના દર્શન નિહાળી શકશે.

આજથી સિંહ દર્શન શરૂ, લોકો આરામથી વનરાજાના દર્શન નિહાળી શકશે.

128
0

દિવાળી વેકેશનના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઘણા લોકો પોતાના પરિવાર સાથે બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય છે.અને હવે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે.ગીર અભ્યારણમાં હવે સાવજોનું વેકેશન પૂર્ણ થઇ ગયું છે અને પ્રવાસીઓનું દિવાળી વેકેશન શરુ થવાના આરે છે.ત્યારે આજરોજ સરકારે તમામ પર્યટકો માટે સિંહ દર્શન ખુલ્લું મુકાશે અને લોકો આરામથી વનરાજાના દર્શન નિહાળી શકશે.

ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here