Home NATIONAL કોરોના બાદ હવે ચીનમાં આ નવો વાયરસ ઉદ્દભવ્યો, શરીરને કરી નાખે છે...

કોરોના બાદ હવે ચીનમાં આ નવો વાયરસ ઉદ્દભવ્યો, શરીરને કરી નાખે છે કાળું

6072
0

ઉત્તર ચીનના એક શહેરમાં રવિવારે બ્યૂબાનિક પ્લેગનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જે બાદ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ચીનની સરકારી પીપલ્સ ડેલી ઓનલાઈનના રિપોર્ટ અનુસાર, બયન્નૂરમાં આ રોગનો પ્રથમ દર્દી મળ્યો છે, જેને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે.

બ્યૂબૉનિક પ્લેગ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી થાય છે. જે જીવલેણ હોઈ શકે છે. જો કે સામાન્ય રીતે એન્ટી બાયોટિક દવાઓથી તેની સારવાર શક્ય છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, આ બીમારી જંગલી ઉંદરમાં મળનારા બેક્ટેરિયાથી ફેલાય છે. આ બેક્ટેરિયાનું નામ યર્સિનિયા પેસ્ટિસ બેક્ટીરિયમ છે. જે શરીરમાં રક્સ અને ફેફસા પર હુમલો કરે છે.આ રોગમાં આંગળીઓ કાળી પડવા લાગે છે. આ સાથે જ શરીરમાં અસહ્ય દુ:ખાવો અને તાવ આવે છે. આ રોગથી મળનારા મોતને બ્લેક ડેથ પણ કહેવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here