Home SPORTS RCBના સોશિયલ મીડિયા પરથી બધા ફોટો ગાયબ,RCB ના ખેલાડીઓએ તે જોય કરી...

RCBના સોશિયલ મીડિયા પરથી બધા ફોટો ગાયબ,RCB ના ખેલાડીઓએ તે જોય કરી ટ્વીટ

14770

એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઈઝ પોતાની બ્રાન્ડ ઇમેજ બદલવાની હોવાથી તેણે આ પગલું લીધું છે. તે સાથે જ પ્લેયર્સે પણ વિવિધ રીતે આ અંગે પોસ્ટ કરીને ફેન ઇન્ટરેસ્ટ વધારી દીધો છે.

વિરાટ કોહલીએ ટ્વીટ કરી કે, ” પોસ્ટ ગાયબ (ડિલીટ) થઇ રહી છે અને કેપ્ટનને આ અંગે કોઈ જાણકારી નથી. મદદ જોતી હોય તો કહેજો.

કોહલીની પહેલા લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે ટ્વીટ કરી હતી કે, અરે RCB, આ કઈ ગુગલી છે? તમારી પ્રોફાઈલ ફોટો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ક્યાં જતી રહી?

જ્યારે દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે લખ્યું હતું કે, RCB આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટને શું થયું ? આશા રાખું છું કે આ માત્ર એક સ્ટ્રેટેજી બ્રેક છે

RCBએ તાજેતરમાં મુથુટ ફાઈન કોર્પ સાથે ટાઇટલ સ્પોન્સર તરીકેનો કરાર કર્યો છે. તેમણે મંગળવારે મુથુટ સાથે ત્રણ વર્ષની ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી હેઠળ બેંગ્લોરના ખેલાડીઓ જર્સીની ફ્રન્ટ સાઈડમાં તેમના લોગો સાથે રમતા જોવા મળશે.તે પછી બુધવારે તમામ ફોટો ગાયબ થયા, ફ્રેન્ચાઈઝે બ્રાન્ડ ઇમેજ બદલવા પગલું લીધું તેવું લાગી રહ્યું છે.