રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરની આવી પહેલી પ્રતિક્રીયા, કોંગ્રેસ વિશે આપ્યું શર્મનાક નિવેદન

રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે બપોર સુધીમાં કુલ 175 પૈકી 150થી વધુ ધારાસભ્યોએ મતદાન કર્યું છે. જે અંતર્ગત ભાજપના તમામ 100 ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. જ્યારે કે કોંગ્રસના પણ 49 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. ક્રોસ વોટિંગ બાદ અલ્પેશની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. જેમાં તેણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. અલ્પેશે સ્વીકારી લીધું છે કે તેમને કોંગ્રેસને વોટ આપ્યો નથી.

અલ્પેશે રાજીનામું આપીને કોંગ્રેસને અલવિદા કરી દીધી છે. કોંગ્રેસ પણ આ જ ઇચ્છતી હતી. અલ્પેશે મીડિયાને જણાવ્યું હતું કે, હું મારા અંતરઆત્માને અનુસર્યો છે. કોંગ્રેસના લોકો અપમાન કરે છે મારે ગુજરાતના ગરીબ લોકો માટે કામ કરવું છે. કોંગ્રેસમાં માનસિક ત્રાસ સિવાય કંઇ મળ્યું નથી. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે. આ ઘટનાક્રમ બાદ પરેશ ધાનાણી વિધાનસભાના અધ્યક્ષને મળવા રવાના થયા છે.

અલ્પેશ અને ધવલસિંહે કોંગ્રેસના વ્હીપ છતાં ભાજપના ઉમેદવારોને મત આપ્યો છે. કોંગ્રેસના જ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ બંને નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની પુષ્ટિ કરી છે. મતદાન કર્યા બાદ અલ્પેશ મીડિયા સમક્ષ નિવેદન આપવા માટે આવ્યા હતા પરંતુ ભાજપના દંડક પંકજ દેસાઇએ તેમને મીડિયાને પ્રતિક્રિયા આપવાની ના પાડતા અલ્પેશ ઠાકોરે ચાલતી પકડી હતી. ત્યારબાદ તેઓ સીધા વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. અલ્પેશ માટે આમ પણ ક્રોસવોટિંગ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના સંજોગો ઉભા થયા હતા. કોંગ્રેસ કાઢે પહેલાં જ અલ્પેશે જાતે જ રાજીનામું આપી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *