Home ENTERTAINMENT આમિરખાનની લાડલી દિકરી ઈરા આ ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે, જાણો

આમિરખાનની લાડલી દિકરી ઈરા આ ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે, જાણો

1519
0

એક્ટર આમિર ખાનની પુત્રી ઇરા ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવી રહી છે કે તે ડિપ્રેશન સામે જઝૂમી રહી છે. છેલ્લા ચાર વર્ષથી તે ડિપ્રેશન સામે લડાઇ લડી રહી છે. સોશિયલ મીડિયા પર ઇરાનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ થઇ રહ્યો છે.

હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય ભૂમિકા નિભાવનાર ઇરા ખાને આ વખતે પોતાના કમ્ફર્ટમાંથી બહાર નિકળી થોડી ક જુદી કોશિષ કરી છે. મેન્ટલ હેલ્થ ડેના અવસરે તેણે પોતાના દુ:ખ અંગે લોકોને જણાવ્યું. વીડિયોમાં ઇરા જણાવે છે કે હેલો હું ડિપ્રેસ્ડ છું. છેલ્લા ચાર વર્ષથી. અત્યારે સારો અનુભવી રહી છુ. છેલ્લા કેટલાક સમયથી મેન્ટલ હેલ્થ પર કંઇ ક કરવા માંગતી હતી. પરંતુ સમજ નથી પડી રહી શું કરૂ. પરંતુ હવે આ વીડિયો દ્વારા ઇરા કહી રહી છે કે તે બધાને પોતાના જીવનની એ જર્ની પર લઇ જવા માંગે છે જ્યાં તે ડિપ્રેશન સામે એક જંગ લડી રહી છે. વીડિયોના અંતમાં તે એક પ્રશ્ન છોડી જાય છે. મારી પાસે બધુ છે તો હું ડિપ્રેશનમાં કેમ છું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here