Home HEALTH અંતે તમાકુમાંથી કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરાઈ, સિગરેટ બનાવનારી આ કંપનીએ કર્યો...

અંતે તમાકુમાંથી કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરાઈ, સિગરેટ બનાવનારી આ કંપનીએ કર્યો દાવો

6199

કોરોના વાયરસનાં સંક્રમિતો માટે વેક્સીન લગભગ તૈયાર થઈ ગઈ છે. ત્યારે એવામાં એક સિગારેટ બનાવનારી કંપનીએ એવો દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આ વેક્સીન તંબાકુથી તૈયાર કરવામાં આવી છે. આ વેક્સીન કેટલી ફાયદાકારક છે અને તે કયા ચરણમાં છે? તેનાં વિશેની અહીં સંપૂર્ણ જાણકારી આપી રહ્યાં છીએ.

કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવનારી વેક્સીનને લઇને દેશ-વિદેશની અનેક સંસ્થાઓ અને મોટા-મોટા રિસર્ચ અનુસંધાનોએ આને વિશે અનેક નિવેદનો આપ્યાં છે. ત્યારે એવામાં આગળ વધતા હવે સિગારેટ બનાવનાર બ્રિટિશ અમેરિકન ટોબેકો કંપનીએ દાવો કર્યો છે કે તેણે તંબાકુ દ્વારા કોરોનાને ખતમ કરવાની વેક્સીન તૈયાર કરી લીધી છે. કંપનીનાં અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે કે એપ્રિલમાં તેનો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો જે સફળ રહ્યો છે અને હવે વેક્સીન હ્યુમન ટ્રાયલ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.