અનુપમા સિરીયલની આ અભિનેત્રીનું કોરોનાને કારણે થયું નિધન, દર્શકો શોકમાં

    1924

    ટીવી શો અનુપમાના દરેક પાત્રએ દર્શકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ હાલ આ શોના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે.

    અનુપમા સિરિયલમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવતી અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ અભિનેત્રીને કોરોના થયો હતો. 21 નવેમ્બરે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. આ દુખની ઘડીમાં રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજ પોસ્ટ કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી. માધવીની ઉંમર 58 વર્ષ હતી. તેમની મિત્ર નીલુ કોહલીએ પણ માધવી માટે ઈમોશનલ મેસેજ શેર કર્યો છે.

    રિપોર્ટ્સ મુજબ કોરોના બાદ માધવીની હાલત ગંભીર હતી. રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ઘણું બધું વણકહ્યું રહી ગયું. સદગતિ માધવીજી. માધવીએ અનુપમા સિરિયલમાં પહેલા અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તબિયત ખરાબ થવાના કારણે તેમની જગ્યાએ સવિતા પ્રભુણેએ તેમની જગ્યા લીધી.

    માધવીની મિત્ર નીલુ કોહલીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યું છે કે માધવી ગોગટે મારી વ્હાલી મિત્ર નથી રહી. મને વિશ્વાસ નથી થતો કે તું અમને છોડીને જતી રહી…હ્રદયભગ્ન થઈ ગયું. તારી હાલ જવાની ઉંમર નહતી. Damn Covid. કાશ જ્યારે તે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મે ફોન ઉઠાવીને તારી સાથે વાત કરી લીધી હોત. હવે બસ હું ખાલી પસ્તાઈ શકું છું.