Home ALL INDIA ચીનને વધુ એક ફટકો, ભારત હવે વેંચશે ‘મેડ ઈન ઈન્ડિયા’ ના જ...

ચીનને વધુ એક ફટકો, ભારત હવે વેંચશે ‘મેડ ઈન ઈન્ડિયા’ ના જ એરકંડીશનર

218
0

હવે ભારત સરકારે રેફ્રિજરેટર બાદ એર કંડિશનરના ઈમ્પોર્ટ પર રોક લગાવતું ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. તો ચાલો તમને જણાવીએ, આખરે સરકાર તરફથી આ નિર્ણય કેમ લેવામાં આવ્યો છે?

કેન્દ્ર સરકારે રેફ્રિજરેટર્સ બાદ હવે એર કંડિશનરના ઈમ્પોર્ટ પર રોક લગાવી દીધી છે. જેની પાછળ માત્ર ચીનને આર્થિક દ્રષ્ટિએ ફટકો આપવા સાથે અન્ય એક કારણ પણ છે. સરકાર ડૉમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહી છે.

જ્યાં સરકાર આ વાત ઉપર પણ ભાર મૂકી રહી છે કે, ઈમ્પોર્ટ બિલને ઓછું કરતા બિનજરૂરી સામાનના ઈમ્પોર્ટને ઓછુ કરવામાં આવે. જેના કારણ એર કંડિશનરને  લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રેફ્રિજરેટર્સની સાથે એર કંડિશનરના ઈમ્પોર્ટને લઈને પૉલિસીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ બદલાવ અંતર્ગત હવે આ પ્રોડક્ટને મફતના વર્ગમાંથી હટાવીને બેન લિસ્ટની યાદીમાં નાંખી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here