Home GUJARAT BIG BREAKING _ ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીને મળી શકે છે આ મહત્વની...

BIG BREAKING _ ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીને મળી શકે છે આ મહત્વની જવાબદારી

1518

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણીને પક્ષ દ્વારા મોટી જવાબદારી મળી શકે છે. તે એવું પણ જાણવા મળી રહ્યું છે વિજય રૂપાણીને કેન્દ્રમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે.

રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે,જે ઘટનાઓ બની તેને હું ખૂબ સહજ રીતે જોવું છું. કોઈ મોટો ભૂકંપ થઈ ગયો કે, આશ્ચર્યજનક ઘટના છે એવું કાઈ જ નથી. પાંચ વર્ષ હાઈકમાન્ડ દ્વારા મને જે તક આપવામાં આવી છે. તે બદલ હું નરેન્દ્ર ભાઈનો તથા અમિત ભાઈનો આભારી છું કે, ગુજરાતની જનતાની સેવા કરવાની મને તક આપી, મને રાજીનામું આપ્યાનો કોઈ રંજ પણ નથી સંતોષપણ નથી.

વિજય રૂપાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી હતો ત્યારે પણ CM હતો અને આજેપણ CM જ રહીશ. કારણ કે, CMનો અર્થ જ થાય છે કોમન મેન. તો અત્યારે પણ CM છું અને ભવિષ્યમાં પણ CM જ રહેવાનો છું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ કહ્યું કે, આપણે પરિવર્તન કરી રહ્યા છીએ તો સ્વાભાવિક પરીવર્તનની પ્રક્રિયા છે. આવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, અન્ય કોઈ ન કરી શકે. હાઈકમાન્ડનો આદેશ મળ્યો અને મેં તેનું પાલન કર્યું છે અને રાજીનામુ આપ્યું છે. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી.  હાઈકમાન્ડના આદેશ બાદ રાજીનામુ ધરી દીધું હતું. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી.