Home GUJARAT લ્યો બોલો, ચોકલેટ લેવા ગયેલા 8 વર્ષની બાળકીના ગાલ પર દુકાનદારે જોરથી...

લ્યો બોલો, ચોકલેટ લેવા ગયેલા 8 વર્ષની બાળકીના ગાલ પર દુકાનદારે જોરથી બચકું ભરી લીધું

1082
0

ચોકલેટ લેવા દુકાન પર ગયેલી 8 વર્ષની બાળકીને દુકાનમાં ખેંચી લઈ હવસખોર વેપારીએ ગાલ પર બચકું ભરી ઈજાઓ કરી હતી. ઘરે ગયેલી બાળકીના ગાલ પર ઈજા જોઈ માતાએ પૂછપરછ કરતા દુકાનદારની મેલીમુરાદની જાણ થઈ હતી. દુકાનદારે પુત્રી સાથે કરેલા કૃત્ય અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હવસખોર આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી છે.

રખિયાલ વિસ્તારના જુના બાપુનગર (Ahmedabad-trader bite the girl on cheek) ખાતે રહેતાં ઠંડા પીણાંના વેપારીએ આરોપી રજીએહમદ મોહંમદખાદીમ શેખ (ઉં, 55) રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રખિયાલ વિરુદ્ધ પુત્રી સાથે શારીરિક છેડછાડ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ (Ahmedabad-trader bite the girl on cheek) અમનભાઈ (નામ બદલ્યું છે)ની 8 વર્ષની પુત્રી ગુરુવારે બપોરે 2 થી 3 વાગ્યાના સુમારે અજીત મિલ ચાર રસ્તા પાસે રજી એહમદની દુકાને ચોકલેટ ખરીદવા માટે ગઈ હતી. ચોકલેટ લઈ ઘરે પરત ફરેલી બાળકીના ગાલ પર ઇજાના નિશાન જોઈ માતાએ પૂછપરછ કરતા પુત્રીએ દુકાનદારએ હાથ પકડી દુકાનમાં ખેંચી લઈ ગાલ પર બચકું ભર્યાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here