Home ENTERTAINMENT Bollywood Drugs Connection : NCB આજે દિપીકા પાદૂકોણને સમન્સ પાઠવે તેવી સંભાવના

Bollywood Drugs Connection : NCB આજે દિપીકા પાદૂકોણને સમન્સ પાઠવે તેવી સંભાવના

2196
0

મંગળવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબી બોલીવૂડ-ડ્રગ નેક્સસની તપાસ કરી રહી છે, જો જરૂર પડે તો અભિનેત્રી દીપિકા પાદુકોણને સમન્સથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અંગે ચર્ચા કરવામાં આવતા કેટલીક વોટ્સએપ ચેટ્સ એજન્સીના રડાર પર છે. દરમ્યાન જે પાર્ટી માટે દીપિકાએ કરિશ્મા પ્રકાશ પાસે ડ્રગ્સ માગતી ચેટ વાયરલ થઈ છે એની તસવીરો પણ બહાર આવી છે. મેનેજર જયા સહાના વ્હોટ્સએપ ચેટ ગ્રૂપમાં દીપિકાના ડ્રગ્સની માગણીની વાત બહાર આવી છે.

જયાની સહાયક કરિશ્મા અને દીપિકા વચ્ચેની આ ચેટમાં દીપિકાએ હૈશ માગ્યું (હશીશ) અને કહ્યું કે વીડ નહીં, હેશ જોઇએ. આ ચેટ 28 નવેમ્બર 2017ની મનાય છે. એ દિવસે કોકો ક્લબમાં ચાર મોટા અભિનેતા હેલોવીન પાર્ટી માટે ભેગા થયા હતા. આ પાર્ટીમાં સોનાક્ષી સિંહા પણ હાજર હોવાનું કહેવાય છે. તેઓએ કહ્યું કે આમાંની કેટલીક ચેટ પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશ અને એક ‘ડી’ વચ્ચે હતી. એજન્સી પહેલા કરિશ્માની પૂછપરછ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે એનસીબી આ અઠવાડિયે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન અને ડિઝાઇનર સિમોન ખામ્બત્તાને પણ સમન્સ પાઠવી શકે છે.

સુશાંત સિંહના મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ઘણા ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. હવે આ કેસમાં અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ જોડાયું છે. ડ્રગ્સ પેડલર અનુજ કેશવાણીએ દીયા મિર્ઝાનું નામ આપ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેશવાણીએ જણાવ્યું હતું કે દીયાના મેનેજર ડ્રગ્સ ખરીદતા હતા, પુરાવા પણ આપવામાં આવ્યા છે. હવે એનસીબી ટૂંક સમયમાં જ આ કેસમાં પૂછપરછ માટે દિયા મિર્ઝાને સમન્સ મોકલી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here