Home HEALTH પાલકની ભાજી ખાવાના છે અઢળક ફાયદા, ઈમ્યુનિટી વધારવાની સાથે બ્લડપ્રેશરને કરે છે...

પાલકની ભાજી ખાવાના છે અઢળક ફાયદા, ઈમ્યુનિટી વધારવાની સાથે બ્લડપ્રેશરને કરે છે કન્ટ્રોલ

7935

લીલા શાકભાજીની વાત આવે છે તો પાલક સૌથી વધારે હેલ્ધી માનવામાં આવે છે. પાલકમાં અનેક પ્રકારના વિટામીન, ખનિજ અને એન્ટી ઓક્સીડેન્ટ રહેલા હોય છે. જે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પૂરા પાડે છે.

સ્વાસ્થ્ય માટે પાલકના ફાયદા: પાલકમાં ઘણા પોષક તત્વો હોય છે, જે આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ લીલા પાંદડાવાળા શાકભાજીનું નિયમિત સેવન કરવાથી રોગોનું જોખમ ઓછું થાય છે.

આંખો માટે ફાયદાકારક: પાલકમાં લ્યુટિન અને જેક્સેથિંન સહિતના ઘણા યૌગિક હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સંશોધન સૂચવે છે કે આ રંગદ્રવ્યો મૈક્યુલર ડિજનરેશન અને મોતિયાના જોખમને ઘટાડે છે. આ સંયોજનો તમારી આંખોને સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટો પણ જોવા મળે છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.

વજન ઓછું કરવા: પાલકમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે પરંતુ તેમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય ફાઇબર હોય છે. તે આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે બ્લડ સુગરને પણ નિયંત્રણમાં રાખે છે. પાલકમાં જોવા મળતા ફાઇબર પાચનમાં સુધારો કરે છે, જેથી કબજિયાતની સમસ્યા ન રહે. વારંવાર તેનું સેવન કરવાથી ભૂખ લાગતી નથી જેથી તેનું સેવન કરવાથી વજન વધતું નથી.

રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ: પાલકમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી, બીટા કેરોટિન અને વિવિધ પ્રકારના એન્ટી ઓકિસડન્ટો હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આજના સમયમાં, જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવાના રસ્તાઓ પણ શોધી રહ્યા છો, તો પછી પાલક કરતાં બીજું કંઇ સારું નથી. તેમાં રહેલા વિટામિન ઇ અને મેગ્નેશિયમ જેવા ખનિજો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે તેમજ વાયરસ અને બેક્ટેરિયાને દૂર રાખે છે.

બ્લડ શુગરને નિયંત્રણ : પાલકમાં પુષ્કળ નાઈટ્રેટ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ રોગોનું જોખમ ઓછું થાય છે. સંશોધન મુજબ પાલકનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને તેનાથી સંબંધિત રોગો પણ દૂર રહે છે.