મધ્યમ વર્ગ માટે મોદી સરકારનું માઠું બજેટ, કોઈ ખાસ લાભ આપવામાં આવ્યા નથી.

જેની સામાન્ય જનતા રાહ જોઈ રહી હતી તે બજેટ રજૂ થઈ ચૂક્યું છે. નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટથી એવી આશા હતી કે મધ્યવર્ગને મોટી રાહત મળશે. જેનો ખૂબ ઓછા સેક્ટરમાં અવકાશ જોવા મળ્યો. આ સિવાય બજેટમાં કોઈ મોટા ફેરફારો કરવામાં નથી આવ્યા. ઉપરથી વિકાસના સેક્ટરો પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. ગગનયાન અને ચંદ્રયાનની વાતો કરવામાં આવી છે. ત્યારે મધ્યમવર્ગ માટે બજેટમાં કઈ ખાસ વાત રહી તેના પર એક ઉડતી નજર કરીએ.

ટેક્સ ચૂકવનારાઓને પેનકાર્ડમાં રાહત

દેશના કરોડો ટેક્સ ચૂકવનારાઓને પાનકાર્ડની અનિવાર્યતામાંથી રાહતનો શ્વાસ મળ્યો છે. આ બજેટમાં ટેક્સની ચૂકવણી કરવા માટે આધાર અથવા તો પાન કાર્ડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેનો અર્થ થયો કે ઈન્કમટેક્સ ભરવા માટે હવે પાનકાર્ડ જરૂરી નથી. હવે તમે પાનકાર્ડની જગ્યાએ આધારકાર્ડના નંબરનો ઉપયોગ કરી શકો છો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બતાવ્યું કે 120 કરોડની જનતા પાસે આધારકાર્ડ છે. ત્યારે ઈન્કમટેક્સ માટે પણ તેનો જ ઉપયોગ થવો જોઈએ.

મિડલ ક્લાસને મળી મોટી રાહત

મિડલ ક્લાસ માટે મોદી સરકારે મોટું એલાન કર્યું છે. હવે 45 લાખ રૂપિયામાં ઘર ખરીદવા પર વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયાની છૂટ મળશે. તો હાઉસિંગ લોનના વ્યાજ પર મળનારી છૂટ કુલ 2 લાખથી વધારીને 3.5 લાખ કરી દેવામાં આવી છે.

પેટ્રોલ-ડિઝલ થશે મોંઘુ

પેટ્રોલ અને ડિઝલ હવે મોંઘુ થશે. સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર સેસ અને ઉત્પાદક કર વધારવાની ઘોષણા કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં સામાન્ય બજેટ 2019-20 રજૂ કરતા પેટ્રોલ અને ડિઝલ પર ઉપકર એટલે કે સેસની સાથે સાથે ઉત્પાદક કરમાં પણ વધારો કરવાની ઘોષણા કરી છે. ત્યાં સોના પર શુલ્ક વધારીને 10 ટકા કસ્ટમ ડ્યૂટી વધારીને 12.5 ટકા વધારી દેવામાં આવ્યું છે.

બેંકમાંથી પૈસા ઉપાડવું થયું સરળ

જો કોઈ બેંક ખાતામાં એક વર્ષમાં એક કરોડથી વધારે રૂપિયાનો નિકાલ કરવામાં આવશે તો 2 ટકા ટીડીએસ કપાઈ જશે. એટલે કે એક કરોડથી વધારે રૂપિયાના ઉપાડવામાં આવશે તો 2 ટકા ટીડીએસ કપાઈ જશે.

દુકાનદારોને પેન્શનનો ફાયદો

દોઢ કરોડથી ઓછો વ્યાપાર ચલાવનારા વેપારીઓને ત્રણ કરોડ વેપારીઓને વર્ષે પેન્શનની સુવિધા મળશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દોઢ કરોડથી ઓછો વેપાર કરનારા 3 કરોડ વેપારીઓને અને દુકાનદારોને પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજના નીચે પેન્શન યોજનાનો લાભ મળશે.

મહિલાઓને ભેટ

નાણા મંત્રી એ જાહેરાત કરી હતી કે જનધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવશે. જેનો અર્થ છે કે મહિલાઓ ઝીરો બેલેન્સ પર નિશ્ચિત મુદ્દત્ સુધી 5 હજાર રૂપિયાની લોન લઈ શકશે. આ સિવાય મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયામાં મુદ્રા લોનની વ્યવસ્થા કરવામાં આવી છે.મોદી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *