Home HEALTH સેટેલાઈટ તસવીરોથી સામે આવ્યું ચીનનું જૂઠ્ઠાણું,14000 જેટલા મૃતદેહો બાળવામાં આવ્યાં તેવું અનુમાન

સેટેલાઈટ તસવીરોથી સામે આવ્યું ચીનનું જૂઠ્ઠાણું,14000 જેટલા મૃતદેહો બાળવામાં આવ્યાં તેવું અનુમાન

25933

ચીનની સાથે સમગ્ર દુનિયા માટે કોરોના વાઈરસ મોટુ જોખમ બની રહ્યો છે. પરંતુ ચીન હજુ પણ આ ભયંકર રોગચાળાને છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીનના વુહાન અને ચોંગક્વિંગ શહેરોની કેટલીક સેટેલાઈટ ઈમેજ સામે આવતા હાહાકાર મચ્યો છે. કારણ કે આ બંને વિસ્તારોની ઉપર મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ જોવા મળી રહ્યો છે. વુહાનના વાયુમંડળમાં સલ્ફર ડાયોક્સાઈડનું સ્તર 1700 યુજી/ઘન મીટર છે. જે સામાન્ય કરતા 21 ગણું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આટલા ભારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ ત્યારે જ નીકળે જ્યારે લાશો બાળવામાં આવે.

આ બંને શહેરોની ઉપર ફેલાયેલા સલ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ જોઈને ઈન્ટેલવેબ નામની સંસ્થાએ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વિસ્તારોમાં ઓછામાં ઓછા 14000 જેટલા મૃતદેહો બાળવામાં આવ્યાં છે. ચીનના સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યું છે કે વુહાનના બહારના વિસ્તારોમાં લોકોના મૃતદેહો બાળવામાં આવી રહ્યાં છે. સલ્ફર ડાયોક્સાઈડ વુહાન અને ચોંગક્વિંગ શહેરોની ઉપર ફેલાયેલો છે. આ બંને શહેરો કોરોના વાઈરસની લપેટમાં આવેલા છે. તેમનું અંતર 900 કિમી છે.

સેટેલાઈટ ઈમેજોને જોઈને એવું લાગે છે કે ચીનની સરકાર મૃતકોની સંખ્યા છૂપાવવા માટે મોટી સંખ્યામાં લાશો બાળી રહી છે. કારણ કે ચીને હજુ સુધી 1113 લોકોના મોત થયા હોવાની વાત જ સ્વીકારી છે.

બ્રિટિશ ટેબ્લોઈડ ડેઈલી મેઈલ, ડેઈલી સ્ટાર જેવા વિદેશી અખબારોમાં આ અંગે  રિપોર્ટ છપાઈ ચૂક્યા છે. અમેરિકાના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યાં મુજબ મૃતદેહો બાળવામાં આવે ત્યારે સલ્ફર ગેસ ઉપરાંત પારો, ડાઈઓક્સિન, હાઈડ્રોક્લોરિક એસિડ જેવા કેમિકલ નીકળે છે. જે ચીનના કોરોના વાઈરસ પ્રભાવિત વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે.

તાઈવાનના એક ન્યૂઝ પેપર તાઈવાન ન્યૂઝમાં ચાર દિવસ પહેલા રિપોર્ટ છપાયો હતો કે ચીનમાં કોરોના વાઈરસથી દોઢ લાખ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે અને 24000થી વધુ મોત થયા છે. આ અખબારે આ રિપોર્ટ ચીનની બીજી સૌથી મોટી કંપની ટેનસેન્ટના હવાલે છાપ્યો હતો. ટેનસેન્ટે પહેલા તો ડેટા રિલીઝ કરી દીધો પરંતુ ત્યારબાદ હટાવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તાઈવાનના એક ન્યૂઝ પેપર તાઈવાન ન્યૂઝમાં અહેવાલ છપાઈ ગયો હતો. ત્યારબાદ દુનિયાએ ચીનમાં કોરોના વાઈરસની ગંભીરતાને સમજી હતીં.