Home GUJARAT ચિરાગે ભારી હૈયે હિરલને વિદાય આપી, રૂવાળા ઉભા થઈ જાય તેવી ધટના

ચિરાગે ભારી હૈયે હિરલને વિદાય આપી, રૂવાળા ઉભા થઈ જાય તેવી ધટના

434
0

ચિરાગે ભારે હૈયે હીરલને આપી વિદાય હીરલના પાર્થિવ દેહને નવ પરિણીતાની જેમ સોળે શણગારથી સજાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલાં હીરલના પાર્થિવ દેહ આગળ ચિરાગ પોક મૂકીને રડવા લાગ્યો હતો. આ દુઃખની ઘડીમાં કોણ-કોને શાંત પાડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ચિરાગે હીરલ સાથે લગ્ન કરવાના સપના જોયા હતાં પરંતુ ક્રૂર વિધાતાએ આ સપનું ક્યારેય પૂરું થવા દીધું નહીં.

પાંચ-પાંચ સર્જરી છતાંય હીરલને બચાવી ના શક્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીરલ પર સાત મહિનામાં પાંચ-પાંચ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટર્સે હીરલને બચાવવા માટે શક્ય તેટલાં પ્રયાસો કર્યાં હતાં. તો સામે ચિરાગે પણ હીરલની પ્રેમથી સંભાળ રાખીને તેનામાં જીવવાનો ઉમંગ ટકાવી રાખ્યો હતો. જોકે, ડોક્ટર્સ તથા ચિરાગ કુદરત સામે લાચાર બની ગયા હતાં અને અંતે હીરલ આ દુનિયાને અલવિદા કહીને જતી રહી હતી.

હીરલની સગાઈ આ વર્ષે 28 માર્ચે ચિરાગ સાથે થઈ હતી. હીરલના પરિવારે ઉનાળામાં લગ્ન લેવાનું પણ નક્કી કર્યું હતું. જોકે, કહેવાય છે ને ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થાશે? બસ એ જ રીતે હીરલના જીવનમાં કંઈક અલગ જ લખાયેલું હતું. 11 મેના રોજ હીરલ ઘરે કચરા પોતા કર્યાં બાદ ભીનું પોતું બારીમાં સૂકવવા ગઈ હતી. આ સમયે અચાનક જ હાઈટેન્શન વાયર હીરલના હાથ પર પડ્યો અને તે જ ક્ષણે તેનો હાથ આખો સળગી ગયો હતો. પગમાં પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. હીરલને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ચાર દિવસ બાદ જ હોસ્પિટલે હાથ અધર કરતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

અંતિમ સમય સુધી આપ્યો સાથ આ આખી દુર્ધટનામાં હીરલના મંગેતર ચિરાગે ખરી ખાનદાની દેખાડતા હીરલને જેવી છે એવી સ્થિતિમાં અપનાવવાનો વાયદો કર્યો હતો. હીરલનો જમણો હાથ અને બંન્ને પગ ઢીંચણ સુધી કાપવા પડયા હતા. તેણે કહ્યું કે હું હીરલનો જીવનભર સાથ આપીશ. ચિરાગે એમ પણ કહ્યું કે જો અમારા લગ્ન થઈ ગયા હોત તો અને મારા ઘરે આવી દુર્ઘટના બની હોત તો શું હું તેને છોડી દેત? હું હવે તેનો આખી જિંદગી સાથ આપીશ. ચિરાગના માતા-પિતા પણ હીરલનો સ્વીકાર કરવા તૈયાર હતા. આખા પરિવાર હીરલની ખડેપગે સેવા કરી હતી.

હીરલ અને ચિરાગની સગાઈ થઈ ત્યારે સપનામાં પણ કોઈએ આવો ટ્રેજિક અંત વિચાર્યો નહીં હોય…હીરલના ચહેરા પર સગાઈની ખુશી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

હીરલ અને ચિરાગની લવસ્ટોરી સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં બધા બંનેના ખૂબ વખાણ કરી રહ્યા હતા. જોકે ભગવાનને આ મંજૂર નહોતું અને હવે હીરલ આપણી વચ્ચે નથી રહી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here