વડોદરામા 5% ના વ્યાજે રૂપિયા આપતી મહિલા સામે ફરિયાદ

વડોદરામા 5% ના વ્યાજે રૂપિયા આપતી મહિલા સામે ફરિયાદ

ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આદર્શ ડુપ્લેક્સમાં રહેતી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા પતિ અને સંતાનો સાથે રહું છું.

મારા પતિન નિવૃત્ત થયા છે અમારે લોન ભરપાઈ કરવાની હતી તેમજ મારા દીકરાના ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાથી મારા ભાઈ વિજયને વાત કરી હતી મારા ભાઈ થકી મેં સુભાનપુરા અનુરાગ સોસાયટીમાં રહેતા જ્યોતિબેન ભરતભાઈ પારેખનો સંપર્ક કર્યો હતો.

પાંચ લાખ રૂપિયા ની જરૂરિયાત હોવાનું કહ્યું હતું જ્યોતિબેન એ મને પાંચ ટકાના વ્યાજે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અને દર મહિને 25000 રૂપિયા વ્યાજ આપવું પડશે તેવું જણાવ્યું હતું મારી મજબૂરી હોવાથી મેં જાન્યુઆરી 2020 માં સ્ટેમ્પ પેપર પર પાંચ લાખ રૂપિયા તેમજ સિક્યુરિટી પેટે કોરા ચેક આપ્યા હતા મને પાંચ લાખ રૂપિયા આપ્યા.

તે સમયે બે હપ્તાના 50000 રૂપિયા એડવાન્સમાં જ કાપી લીધા હતા ત્યાર બાદ મેં નવ મહિના સુધી વ્યાજ ચૂક્યું હતું ને અત્યાર સુધી જ્યોતિબેનને 4.55 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મેં આપેલા કોરા ચેકમાં 3.20 લાખની રકમ ભરી ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો.