Home GUJARAT રાજ્યમાં લોકડાઉન હળવું થયા બાદ કેસ વધીને 398 એ પહોંચ્યા

રાજ્યમાં લોકડાઉન હળવું થયા બાદ કેસ વધીને 398 એ પહોંચ્યા

779
0

ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનને કેટલીક હળવાશ સાથે હજુ બે સપ્તાહ લંબાવાયું છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં નવા પોઝિટિવ કેસની સંખ્યા ૩૯૮ સુધી પહોંચી છે જ્યારે ૩૦ દર્દીના સારવાર દરમિયાન નિધન થયાં છે. ૨૭૧ કેસ અને ૨૬ વ્યક્તિના મરણ સાથે ૬૦ ટકાથી વધુ હિસ્સો અમદાવાદનો છે. જેમાં બોપલના એક વૃદ્ધાના મોતનો પણ સમાવેશ થાય છે. આને પગલે અમદાવાદનો આંક નવ હજારને પાર કરી હવે ૯૨૧૬ એટલે કે દસ હજાર તરફ ગતિ શરૂ કરી છે જ્યારે મૃત્યું આંક છસ્સોના પાર કરી ૬૦૨ થયો છે.

બીજી તરફ પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ સુરતમાં એક એક દર્દીના મરણ નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં સુરત ૩૭, વડોદરા ૨૬, મહીસાગર અને પાટણમાં ૧૫-૧૫, કચ્છ ૫, અરવલ્લી ૪, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી, સુરેન્દ્રનગરમાં ૩-૩, બનાસકાંઠા, આણંદ, ખેડા, વલસાડમાં ૨-૨ તેમજ જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ તેમજ અન્ય રાજ્યમાંથી એક-એક કેસ ઉમેરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here