સુરતમાં કોરોનાથી ચાર લોકોના મોત, જાણો કેટલા નવા કેસ નોંધાયા

સુરતમાં કોરોનાથી ચાર લોકોના મોત, જાણો કેટલા નવા કેસ નોંધાયા

સુરતમાં કોરોનાથી મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. વધુ ચાર કોરોના પીડિત દર્દીઓએ દમ તોડ્યો છે. મહત્વનું છે કે, શહેર 265 અને જિલ્લામાં 248 કેસ નોંધાયા હતા.આમ કુલ સુરતમાં કોરોનાનાં નવા 513 કેસ આવ્યા હતા…જ્યારે શહેરમાં 890 અને જિલ્લામાં 375 દર્દીઓને ડિસ્ચાર્જ થયા હતા. ત્યારે સુરતમાં રિકવરી રેટ 97.02 ટકા એ પહોંચ્યો છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ગઈકાલે કોરોનાનાં નવા 8, 934 કેસ નોંધાયા હતા. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 3,309 કેસ નોંધાયા, ઉપરાંત વડોદરામાં કોરોનાનાં 1,512 કેસ, રાજકોટમાં 320 અને ગાંધીનગરમાં 152 કેસ નોંધાયા હતા. જ્યારે હોસ્પિટલમાંથી 15,177 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. તો કોરોનાથી 34 દર્દીઓના મોત થયા છે. ત્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 11,89,194 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10,98,199 પર પહોંચી છે.