Home HEALTH શું રડવાથી પણ કોરોના ફેલાઈ શકે છે? જાણો શું કહે છે રિસર્ચ

શું રડવાથી પણ કોરોના ફેલાઈ શકે છે? જાણો શું કહે છે રિસર્ચ

6211

અમેરિકાની જૉન્સ હૉપકિન્સ યૂનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનનાં વૈજ્ઞાનિકોની ટીમે શોધ્યું કે આંખોનાં ACE-2 રિસેપ્ટર્સ દ્વારા વાયરસ શરીરમાં પ્રવેશે છે. શરીરનાં સેલ્સમાં સંક્રમણ માટે ACE-2 રિસેપ્ટર્સને ‘ગેટવે’ સમજવામાં આવે છે. વાયરસ આના દ્વારા શરીર પર એટેક કરે છે. ACE-2 રિસેપ્ટર્સ ફેફસા, રેસ્પિરેટરી ટ્રેક્ટ ઉપરાંત શરીરનાં અન્ય અંગોમાં હાજર હોય છે.

વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિનાં કફ અથવા છીંકથી ડ્રોપલેટ્સ બહાર આવે છે અને તે અન્ય વ્યક્તિની આંખોની સપાટી પર પહોંચે છે તો વાયરસ શરીરમાં ઘુસી શકે છે. એવું સમજવામાં આવી રહ્યું છે કે આનાં કારણે કોરોના વાયરસનાં દર્દીઓમાં Conjunctivitisનાં લક્ષણ પણ જોવા મળ્યા. આ દરમિયાન દર્દીઓની આંખો લાલ થઈ ગઈ હતી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આંસુઓ દ્વારા પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે. જૉન્સ હૉપકિન્સ યૂનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનનાં વૈજ્ઞાનિકોએ લિંગ્લી ઝોઉનાં નેતૃત્વમાં કોરોનાનાં આંખો દ્વારા ફેલાવા પર સ્ટડી કરી. વૈજ્ઞાનિકોએ ACE-2ને સમજવા માટે 10 મૃત લોકોની આંખોનો અભ્યાસ કર્યો જેમનું મોત કોરોનાથી થયું હતુ. કોરોના વાયરસનાં આંખોથી ફેલાવાને લઇને રિપોર્ટ સામે આવ્યા બાદ વૈજ્ઞાનિકોએ સ્ટડી શરુ કરી હતી. આ પહેલા એક સ્ટડીમાં સામે આવ્યું હતુ કે કોરોના વાયરસનાં દર્દીઓની આંખોથી અનેક અઠવાડિયા સુધી પણ કોરોના વાયરસ ફેલાવાનો ખતરો રહે છે. તપાસ દરમિયાન સંક્રમણનાં લગભગ 21 દિવસ બાદ પણ એક મહિલાની આંખોમાં વાયરસ મળ્યા હતા.