Home GUJARAT મીઠાઈ પર કોરોનાની અસર, દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડરમાં ઘટાડો

મીઠાઈ પર કોરોનાની અસર, દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડરમાં ઘટાડો

978
0

કોરોના મહામારીને કારણે નવરાત્રિના ગરબાનું આયોજન બંધ રખાતા અનેક સિંગરોના ધંધા પર માઠી અસર પડી છે. ત્યારે હવે રવિવારના રોજ દશેરા આવશે. ત્યારે એવામાં રાજ્ય સરકારે દશેરાના દિવસે રાવણદહનની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડર પર પણ માઠી અસર પડી છે. મોંઘવારી અને કોરોનાને કારણે વેપારીઓની ઘરાકી પર પણ મોટી અસર પડી છે. સુરતમાં હાલમાં 1 કિલો ગાંઠીયાનો ભાવ 360 રૂપિયા છે. કોરોનાને કારણે ગાંઠીયા-જલેબીનો ઉપાડ પણ શહેરમાં ઓછો જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂકાયા બાદ હવે આ દશેરાએ દુકાનોની બહાર એટલે કે જાહેરમાં ફાફડા જલેબી (Fafda-jalebi), ચોળાફળી ખાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કોરોનાકાળમાં સરકાર તરફથી એક પછી એક ગાઇડલાઇન આવી રહી છે. સરકારની સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે મીઠાઇ અને ફરસાણ એસોસિએશનને ગાઇડલાઇનનું પાલન કરવા સુચના આપી છે. કોરોના મહામારી સામે સાવચેતી રાખવા દુકાનો પર થતી ભીડને રોકવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરાવવા આ નિર્ણય લેવાયો છે. ટેક અને સિસ્ટમ પર ભાર મૂકાશે.

ફરસાણ (Fafda-jalebi) વેપારી એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું કે દર વર્ષે દશેરા પર ગુજરાતમાં લોકો 400થી 500 કરોડના ફાફડા-જલેબી અને ચોળાફળી આરોગી જતા હતા. પરંતુ આ વખતે કોરોનાકાળ અને નિયમો ઉપરાંત આર્થિક તંગીને કારણે ધંધો 200 કરોડની આસપાસ રહેવાની આશંકા છે. કોરોનાના ડરથી ઘણા લોકો બહાર નીકળવાના નથી. સાથે મોંઘવારી અને અન્ય આર્થિક પરિબળોને લીધે ઘરાકી ઓછી રહી શકે છે. તેથી 50 ટકા ધંધો થાય તેવી શક્યતા નથી.

એસોસિએશનના પ્રમુખે કહ્યું કે પેકિંગ ઝડપી બનાવવા 250-500 ગ્રામના પેકિંગ પર ભાર મૂકાઇ રહ્યો છે. જેથી કરીને દુકાને આવનારા ગ્રાહકોને લાઇનમાં વધુ સમય ઉભા રહેવાની જરુર નહીં પડે. ઉપરાંત દુકાનમાં સ્ટાફને ગ્લોવ્ઝ અને માસ્ક પહેરવાની તાકીદ કરી દેવાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here