Home ALL INDIA દેશમાં કોરોના પોઝિટીવનો આંકડો 1160000 ને પાર, 450000 સાજા થયા

દેશમાં કોરોના પોઝિટીવનો આંકડો 1160000 ને પાર, 450000 સાજા થયા

3005
0

ગુરૂવારે દેશમાં કોવિડ-19 કેસનો આંકડો 1.16 લાખને પાર પહોંચી ગયો હતો. છેલ્લા એક પખવાડિયામાં જે નોંધાયા છે તેમાંના અડધા લોકો વિશેષ ટ્રેનમાં મોટા પ્રમાણમાં સ્થળાંતર કરનારા અને વિદેશમાં ફસાયેલા ભારતીયો અને વિદેશથી આવેલા લોકો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 8.00 વાગ્યાના અપડેટમાં કહ્યુ હતું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 132નાં મોત થવા સાથે 5609 નવા કેસ નોંધાતા કોવિડ-19ને કારણે મરણાંક 3435 પર અને કેસનો આંકડો 1,12,359 પર પહોંચ્યો છે. તેમણે સક્રિય કેસનો આંકડો 63,624 પર અને સાજા થયેલાઓનો આંકડો 45,000 ગણાવ્યો હતો.

જો કે રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશો દ્વારા રાત્રે 9.30 સુધીમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં બુધવાર સાંજથી 5705 નવા કેસ અને 139નાં મોત સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,16,295 અને મરણાંક 3,494 પર પહોંચ્યો હતો, જ્યારે આ સમયમાં 2700થી વધુ લોકો સાજા થવાથી એ સંખ્યા પણ 47,487 પર પહોંચી હતી. દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવા મહારાષ્ટ્રમાં નવા 2345 કેસ નોંધાવા સાથે કુલ કેસનો આંક 41,642 પર પહોંચ્યો છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે રાજ્યમાં 2000 કે તેનાથી વધુ નવા કેસ નોંધાયા હોય. મુંબઇમાં નવા 1382 કેસો સાથે કુલ કેસ 25000ને પાર 25317 થયા છે. તમિલનાડુમાં પણ નવા 776 કેસ નોંધાવા સાથે કુલ કેસ 14,000ની પાસે પહોંચ્યા છે. આજે નોંધાયેલા કેસમાં અમેરિકા સહિતના દેશોમાંથી અને મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને કેરળમાંથી પરત ફરેલા લોકો સામેલ છે. તમિલનાડુમાં વિદેશથી પરત ફરેલા 61 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

દિલ્હીમાં એક જ દિવસમાં મોટા ઉછાળા સાથે 571 કેસ નોંધાતા કુલ કેસ 11659 પર પહોંચી ગયા છે. સતત ત્રીજા દિવસે દેશના પાટનગરમાં 500 કે તેથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 371 કેસ નોંધાવા સાથે કુલ કેસનો આંક 12910 થયો છે. નવા કેસમાંથી 233 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, આસામ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત અન્ય રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં પણ નવા કેસ મળવાનું ચાલું જ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here