Home GUJARAT ભરુચ જિલ્લામાં એક જ એઠવાડિયામાં 115 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ

ભરુચ જિલ્લામાં એક જ એઠવાડિયામાં 115 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ

856
0
Corona virus: vial with pipette in laboratory

ભરૂચ જીલ્લામાં ૪૫ દિવસના લોકડાઉનના સમયગાળામાં ૩૨ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ અનલોક-1માં સરકાર દ્વારા વેપાર ધંધા સારું કરવાની પરવાનગી આપતા જ ભરૂચ જીલ્લો ધમધમતો થતા જ ભરૂચ જીલ્લામાં અનલોક-1થી કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થતા અનલોક-1માં (Unlock) ૩૦ દિવસમાં ૧૯૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ અનલોક-2માં પણ કેટલોક છૂટછાટ આપતા માત્ર એક અઠવાડિયાના સમયગાળામાં ૧૧૫ કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Case) નોંધાયા જેમાં અનલોક-1 અને લોકડાઉનની તુલના કરતા વધુ કોરોના પોઝિટિવની સંખ્યા સામે આવી રહી છે. ત્યારે ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૩૪૬ સુધી પહોંચી છે. ત્યારે મૃત્ય અંક ૧૪ ઉપર પહોંચ્યો છે.

જો કે ભરૂચ જીલ્લામાં અનલોક-2માં ખાનગી લેબોને પણ કોરોના ટેસ્ટ અંગેની પરવાનગી આપતા ભરૂચ (Bharuch) અનલોક-2માં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કેટલાક દર્દીઓને તાવ, શરદી અને ખાંસી જેવા નિમોનિયા રોગના દર્દીઓ પણ લેબોમાં પોતાનો ટેસ્ટ કરાવી રહ્યા હોવાના કારણે તેઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ભરૂચ જીલ્લામાં કોરોનાની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કોવિ઼ડ 19 વોર્ડના બેડ ફુલ થઈ જતા કોરોનાના દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રાખવામાં આવી રહ્યા છે. જેના કારણે સિવિલ હોસ્પિટલના બેડ પણ ફુલ થઈ જતા ખાનગી હોસ્પિટલોમાં આશરો લેવાની ફરજ પડી છે. જેના કારણે ખાનગી હોસ્પિટલો વાળાઓને પણ ઘી-કેળા થઈ ગયા તેમ લાગી રહ્યુ છે.

કોરોના કેસોમાં આજની વાત કરીએ તો તા. 7/7/2020ના રોજ ભરૂચ જિલ્લામાં વધુ 19 કોરોના દર્દી મળી આવ્યા હતા. ભરૂચ તાલુકામાં 13 દર્દી કોરોના પોઝિટિવ, જયારે અંકલેશ્વરમાં 3 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આમોદ, હાંસોટ અને ઝઘડિયામાં એક એક એમ કુલ 19 દર્દીઓ નોંધાવા પામ્યા હતા. અત્યાર સુધી કોરોના પોઝિટિવનાે કુલ દર્દીઓનો આંકડો 352 સુધી પહોંચવા પામ્યો છે. કોરોનાના આજે ઉમેરાયેલા 19 દર્દીઓમાં ભરૂચમાં ગ્રામ્ય વિસ્તારમાં 9 જયારે શહેરમાં વિસ્તારમાં 4, આમોદમાં ગ્રામ્ય વિસ્તારમાં 1, અંકલેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં 1, શહેરમાં 3, જયારે ઝઘડિયા ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ છે, આમ આજે નવા નોંધાયેલ 19 દર્દીઓ પૈકી 13 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. જયારે 6 દર્દીઓ શહેરી વિસ્તારમાં આવેલ છે.

અનલોક-2માં એક અઠવાડિયામાં ૧૧૫ કોરોના પોઝિટિવ

૧ જુલાઈના રોજ ૧૮ પોઝિટિવ કેસ

૨ જુલાઈના રોજ ૧૩ પોઝિટિવ કેસ

૩ જુલાઈના રોજ ૧૩ પોઝિટિવ કેસ

૪ જુલાઈના રોજ ૧૮ પોઝિટિવ કેસ

૫ જુલાઈના રોજ ૧૮ પોઝિટિવ કેસ

૬ જુલાઈના રોજ ૨૨ પોઝિટિવ કેસ

૭ જુલાઈના રોજ ૧૩ પોઝિટિવ કેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here