Home ALL INDIA પશ્ચિમ બંગાળમાં ‘એમ્ફાને’ વિનાશ વેર્યો, 72 નો ભોગ લીધો

પશ્ચિમ બંગાળમાં ‘એમ્ફાને’ વિનાશ વેર્યો, 72 નો ભોગ લીધો

578
0

પશ્ચિમ બંગાળને ધમરોળ્યાના એક દિવસ બાદ વાવાઝોડું અમ્ફાન ગુરુવારે કમજોર પડયું હતું. તોફાનના કારણે રાજ્યમાં 72 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને બે જિલ્લાઓ સંપૂર્ણ રીતે નાશ થયા હતા, હજારો લોકો બેઘર બન્યા હતા, પૂરના પાણીમાં પુલો તણાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા.

100 વર્ષમાં પ. બંગાળમાં આ સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું છે જેના કારણે કાચા ઘરો અને પાક નષ્ટ થયા હતા જ્યારે વૃક્ષો અને વીજ થાંભલાઓ ઉખડી ગયા હતા. વાવાઝોડાએ ઓડિશામાં પણ ભારે તારાજી સર્જી હતી, અહીં કેટલાંક કાંઠાકીય જિલ્લાઓમાં વીજળી અને ટેલિકોમના માળખાઓને નુકસાન પહોંચ્યું હતું. ઓડિશા સરકારના અધિકારીઓએ અંદાજ લગાવ્યો હતો કે રાજ્યમાં 44.8 લાખ જેટલાં લોકો અસરગ્રસ્ત થયા હતા.‘બે જિલ્લાઓ ઉત્તરી અને દક્ષિણી 24 પરાગનાનો સંપૂર્ણ રીતે નાશ થયો હતો. અમારે તે જિલ્લાઓને ફરીથી બનાવવા પડશે. હું કેન્દ્ર સરકારને મદદ કરવા વિનંતી કરું છું’, એમ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ પત્રકારોને કહ્યું હતું.‘મેં મારા જીવનમાં આવું ઉગ્ર વાવાઝોડું અને આટલું વિધ્વંસ ક્યારેય જોયું નથી. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાવાઝોડા અમ્ફાનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા વિનંતી કરું છું’, એમ મમતા બેનર્જીએ કહ્યું હતું અને પ્રત્યેક મૃતકા પરિવારનેરૂ. 2 લાખથી રૂ. 2.5 લાથવનું વળતર ચુકવવાની જાહેરાત કર હતી.

ઉત્તર અને દક્ષિણ 24 પરાગના અને કોલકતા ઉપરાંત પૂર્વી મીદાનપોર અને હાવડા જિલ્લાઓ પણ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. અહીં વિવિધ સ્થળો પર કેટલીક ઈમારતો તૂટી પડી હતી.પ. બંગાળ સરકારે કહ્યું હતું કે મૃત્યુઆંક અથવા મિલકતોને કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો હજી કહી શકાય નહીં કારણ કે જે વિસ્તારો સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે ત્યાં હજી પણ પહોંચવું મુશ્કેલ છે.

કોલકતામાં 125 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ફુંકાયેલા પવનના કારણે સેંકડો કારો પલટી ખાઈ ગઈ હતી અને વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પડી ગયા હતા જેના કારણે માર્ગો અવરૂદ્ધ થયા હતા. કોલકતા અને અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓના મોટાભાગમાં વીજળી જતી રહી હતી. કેટલાંક મોબાઈલ ટાવરોને પણ નુકસાન પહોંચતા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પણ બાધિત થઈ હતી. પાણી ભરાયેલા માર્ગો પર કારો તરતી નજરે પડી હતી. એસીના ભાગો હવામાં મિસાઈલની જેમ ઉડતા નજરે પડયા હતા. કોલકતા એરપોર્ટ પર ઊભેલાં વિમાનો પણ હાલી ગયા હતા અને પાણી ભરાઇ ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું ‘પ. બંગાળમાં વિનાશના દ્રશ્યો જોયા. વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સમસ્ત પ્રયાસો કરવામાં આવશે’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here