Home ALL INDIA વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે દિલ્હી-એનસીઆર અને યુપીમાં ભારે વરસાદ પડી શકે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે દિલ્હી-એનસીઆર અને યુપીમાં ભારે વરસાદ પડી શકે

319
0

પૂર્વ ભારતના હવામાનની વાત કરીએ તો યુપીના મધ્ય અને પૂર્વ સ્થળોએ સારો વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ અને પ.બંગાળમાં વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં પવનની સાથે વીજળી પડવા અને કરાંવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓડિશાના મધ્ય ભાગોમાં પણ હળવી ગતિવિધિઓ જોવા મળી શકે છે.
હિમાચલમાં શુક્રવારથી અનેક જગ્યાએ વરસાદ અને હિમવર્ષાને લીધે લોકોને માર્ચમાં ડિસેમ્બર જેવી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

શનિવારે રાજધાની શિમલા, મનાલી, રોહતાંગ પાસ સહિત પ્રદેશોમાં શિખરો પર હિમવર્ષા જોકે નીચલા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.ઉત્તર ભારતના પર્વતો પર હિમવર્ષાને લીધે હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. એવામાં માર્ચમાં જ્યારે હોળી આવવાની છે ત્યારે પણ પર્વતીય ક્ષેત્રોમાં ડિસેમ્બર જેવું ઠંડું વાતાવરણ સર્જાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે દિલ્હી-એનસીઆર અને યુપીમાં ભારે વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here