Home SPORTS ધોનીની દિકરી પર રેપ કરવાની ધમકી આપનાર નરાધમ ગુજરાતના આ જાણીતા શહેરમાંથી...

ધોનીની દિકરી પર રેપ કરવાની ધમકી આપનાર નરાધમ ગુજરાતના આ જાણીતા શહેરમાંથી ઝડપાયો

1544
0

ધોનીની દિકરી જીવા સાથે રેપ કરવાની ધમકી આપનાર એન્ટી સોશિયલ યુઝર્સની આજે કચ્છના મુન્દ્રા તાલુકાના કપાયા ગામમાંથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા આ શખ્સની ઝારખંડ પોલીસની તપાસના આધારે અટકાયત કરવામાં આવી છે. હવે આ સગીર આરોપીનો કબજો ઝારખંડની રાંચી પોલીસને સોંપવામાં આવશે.

IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના પર્ફોર્મન્સથી નારાજ ફેને સોશિયલ મીડિયા પર તમામ હદો વટાવી દીધી હોય હવે તેવું જોવા મળી રહ્યું છે. ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની 5 વર્ષની દીકરી જીવા સાથે રેપ કરવાની ધમકી આપી હતી. જેના કારણે ઘણા એવા સેલિબ્રિટી અને ક્રિકેટ જગતમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આમ તો આ પહેલી વખત નથી જ્યારે ટીમની હાર કે ખેલાડીઓના ખરાબ પરફોર્મ અંગે સોશિયલ મીડિયા પર ગાળો કે ધમકીઓ અપાઇ હોય. તાજેતરમાં જ વિરાટ કોહલીની ખરાબ પ્રદર્શન અંગે તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને નિશાન બનાવાઇ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here