Home SPORTS ધોનીની સિક્સ જોઈને ફેન્સ બોલી ઉઠ્યા, ‘સિંહની ઉંમર વધી છે, પરંતુ તે...

ધોનીની સિક્સ જોઈને ફેન્સ બોલી ઉઠ્યા, ‘સિંહની ઉંમર વધી છે, પરંતુ તે વૃદ્ધ થયો નથી.’

892
0

IPL માં  ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી શેન વોટ્સન અને અંબાતી રાયડુ વચ્ચે 41 રનની ત્રીજી વિકેટની ભાગીદારીનાં કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ જીતથી દૂર રહી ગયુ હતુ. હૈદરાબાદની ટીમને 20 રને પરાજય મળ્યો હતો. મેચનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો, તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા બેટિંગમાં 10 બોલમાં 25 રન બનાવ્યા અને ત્યારબાદ બોલિંગમાં એક વિકેટ ઝડપી હતી.

મેચમાં ચાહકોને એમએસ ધોનીની સિક્સર પણ જોવા મળી હતી. આ મેચમાં ધોનીએ 102 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોએ ધોનીનાં ઘણી વખાણ કર્યા છે. સીએસકેએ 18 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. આ મેચમાં કરો યા મરોની સ્થિતિ હતી, જેને લઇને તેઓ એક મોટા સ્કોરની શોધમાં જ હતી. એમએસ ધોની ક્રીઝ પર ઉભો હતો. તેણે નટરાજનનાં બોલ પર મોટી સિક્સર ફટકારી. તેણે બોલને રોકેટમાં ફેરવી અને મોટી સિક્સર ફટકારી હતી. જો કે તે પછીનાં બોલ પર ધોની આઉટ થયો હતો. પરંતુ ચાહકોને તેનો છક્કો ઘણો પસંદ આવ્યો હતો. એમએસ ધોનીએ સિક્સર ફટકારતા જ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ ધોનીનાં સિક્સરની ખૂબ પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, ‘સિંહની ઉંમર વધી છે, પરંતુ તે વૃદ્ધ થયો નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here