Home GUJARAT ડિપ્લોમાં એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું આજે મેરીટ જાહેર કરાશે

ડિપ્લોમાં એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું આજે મેરીટ જાહેર કરાશે

727
0

કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાને લઇ ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરી કોર્સના સેકન્ડ રાઉન્ડના એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત સેકન્ડ રાઉન્ડ માટે ઓનલાઈન સંમતિ આપીને ભાગ લેનારા 6638 ઉમેદવારોમાંથી 804 ઉમેદવારોનો પ્રવેશ રાઉન્ડ-1 પ્રમાણે નો યથાવત રહ્યો છે. બીજી તરફ ડિપ્લોમા ઈજનેરીમાં બીજા વર્ષ ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોની મેરીટ યાદી આજે શુક્રવારે જાહેર કરાશે.

બીજી તરફ 3524 ઉમેદવારોને રાઉન્ડ-2માં પ્રથમ વખત પ્રવેશ ફાળવવામાં આવેલ છે. તેવા ઉમેદવારોએ પોતાના લોગઈનમાં જઈને નિર્ધારિત ફી ભરીને એડમિશન લેટર કાઢયા પછીથી તેઓનો પ્રવેશ કાયમ કરાવી શકશે.

કુલ 6638 ઉમેદવારો પૈકી 851 ઉમેદવારોને તેમની પસંદગી હાયર મેરિટ પસંદગી હોવાથી તેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો નથી. જે ઉમેદવારોની બાકી રહેતી ફી શૂન્ય દર્શાવવામાં આવેલ હોય તેવા કિસ્સામાં એકસેપ્ટ કરીને પ્રવેશ કાયમ કરવાનો રહેશે. તેમણે 14મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર સુધી લાગુ પડતી ઓનલાઈન ફી ભરીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

નોંધનીય છે કે ડિપ્લોમા ઈજનેરી બીજા વર્ષ ત્રીજા સેમેસ્ટરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ત્રીજી ઓક્ટોબરે ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી પૂર્ણ થઈ છે. જે અંતર્ગત કુલ 9550 બેઠકો માટે 3168 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેની મેરીટ યાદી આજે શુક્રવારે જાહેર કરાશે તેમ સબંધિત સૂત્રો એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here