BJP પછી AAP ના વોટ્સઅપ ગૃપમાં અશ્લીલ વિડીયો મુકાતા મચ્યો ખળભળાટ, આ કાર્યકર્તાએ મુકી ક્લિપ

BJP પછી AAP ના વોટ્સઅપ ગૃપમાં અશ્લીલ વિડીયો મુકાતા મચ્યો ખળભળાટ, આ કાર્યકર્તાએ મુકી ક્લિપ

લોકોનું પ્રતિનિધિત્વ કરતા રાજકારણીઓ અવારનવાર વિવાદમાં ઘેરાતા રહેતા હોય છે.ત્યારે  આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગૃપમાં અશ્લિલ કન્ટેન્ટ શેર કરવામાં આવ્યા હતાસુરત AAPના ગૃપમાં અશ્લિલ વીડિયો મુકાતા વિવાદનુ વંટોળ ઊભુ થયું છે.   ઉલ્લેખનીય છે કે ગૃપમાં મહિલાઓ પણ હોવાથી આ અશ્લિલ કન્ટેન્ટ બાદ આપ મહિલા કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.

AAPની રાજકીય દશા બેઠી છે. સુરતમાં ફરી સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વધુ એક વીડિયોએ આપની આબરૂ ધૂળધાણી કરી છે. શુક્રવારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થયો હતો. આપ સુરત નામથી બનાવાયેલા વોટસએપ ગ્રુપમાં સબ કુછ કરો લવ નહીં. નામથી સ્ટેટસ ધરાવતા કાર્યકરે આપ સુરત નામથી બનાવાયેલા વોટ્સએપ ગ્રુપમાં એક બિભત્સ ક્લીપ મુકી હતી. જેને લઈને ચકચાર મચી ગઈ હતી.

મહત્વનું છે કે, મમલા પાટીલ દ્વારા વોટ્સએપ ઉપર આપ સુરત નામથી ગ્રુપ બનાવાયું છે. તેઓ ગ્રુપ એડમીન છે. મળતી માહિતી પ્રમાણે આ ગ્રુપમાં આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો પણ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.