Home HEALTH શું તમે તમારા પાર્ટનર સાથે ક્યારેય ગુસ્સામાં સેક્સ કર્યું છે? જાણો તેની...

શું તમે તમારા પાર્ટનર સાથે ક્યારેય ગુસ્સામાં સેક્સ કર્યું છે? જાણો તેની અસરો

8219

જો તમે ગુસ્સામાં હોવ તો મગજમાં કંઈ સુજે નહીં, પરંતુ ઘણી વખત એવુ બને કે ગુસ્સામાં તમે સેક્સ કરો છો. ગુસ્સામાં સેક્સ કરવા પાછળનું વિજ્ઞાન તમને ખબર છે કે નહીં? આમ તો ગુસ્સામાં હોવ તો સેક્સ કરવાની ફિલિંગ જલદી આવે તો નહીં પણ જો તમે સામી વ્યક્તિ સાથે ગુસ્સામાં સેક્સ કરો તો તેના બે પાસા છે, એમ હૅલ્થલાઈન વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે.

ગુસ્સામાં સેક્સ કરવાથી તમારી અંદરનો ગુસ્સો શાંત થાય છે એ વાત તો સાચી, પણ આમાં તમારા ઈમોશન્સ જોડાયેલા હોતા નથી, પણ ગુસ્સામાં તો ગુસ્સામાં સેક્સ કરવાથી તમે પાર્ટનર સાથે ફરી કનેક્ટ થાઓ છો. તમારા અંદરની દુખભરી લાગણી નાબૂદ થાય છે.

એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે એંગ્રી સેક્સ ફક્ત તમારા ઈમોશન્સનું પરિણામ નથી, ઘણી વખત બાયોલોજી પણ એંગ્રી સેક્સ પાછળનું કારણ બને છે.

ગુસ્સામાં સેક્સ કરવાથી બ્લડ ફ્લોઈંગ થાય છે, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધે છે. તેમ જ ટેસ્ટોસ્ટોરીન સ્તરમાં પણ વધારો થાય છે. સામાન્ય સેક્સની સરખામણીએ એંગ્રી સેક્સમાં એક રોષ હોય છે. ગુસ્સામાં તમે નિયમિત કરતા અલગ રીતે સેક્સ કરો તેવી સંભાવના છે, એમ નિષ્ણાતોનું કહેવું છે.

અંતે વાત કરીએ તો એંગ્રી સેક્સમાં રોમેન્સનો અભાવ હોય છે, ફક્ત શારિરીક ભૂખ જ હોય છે. આથી એંગ્રી સેક્સને ટાળવુ જોઈએ કારણ કે તમારા પાર્ટનર સાથેનો કમ્યુનિકેશનમાં ખલેલ આવી શકે છે. સંબંધો ફક્ત સેક્સથી નહીં પણ લાગણીથી જોડાય છે.