Home ALL INDIA ડોમેસ્ટીક ફ્લાઈટમાં મુસાફરી માટે તમારા મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે

ડોમેસ્ટીક ફ્લાઈટમાં મુસાફરી માટે તમારા મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે

311
0

ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ બુધવારે જાહેરાત કરી હતી કે 25 મેથી ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફરી શરૂ થશે.અને આ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે કેન્દ્રએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) જાહેર કરી હતી.કેન્દ્ધની માર્ગદર્શિકા મુજબ દરેક મુસાફરોએ ભારત સરકાર દ્વારા વિકસિત ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશનને ફરજિયાતપણે ડાઉનલોડ કરવાની જરૂર છે.જેથી એરલાઇન્સ મુસાફરોના ડેટાબેઝને આસાનીથી સ્કેન કરીને, તેઓને કરોના વાયરસ છે કે નહીં તે જણી શકે, એટલુ જ નહીં પણ તેમને એ પણ જાણ થાય કે મુસાફર ‘રેડ’, ‘ઓરેન્જ’ કે ‘કન્ટેન્ટમેન્ટ’ ઝોનમાંથી આવે છે કે કેમ.

ભારતીય વિમાનમથકોના કેબિન ક્રૂ સભ્યોને કોરોનાવાયરસ રોગચાળાની વચ્ચે ફ્લાઇટ્સ ફરી કામગીરી શરૂ કર્યા પછી સંપૂર્ણ નવો પોશાક અપાશે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) જેમ કે ફેસ શિલ્ડ, ગાઉન અને માસ્ક પહેરશે.કેબિન ક્રૂ સભ્યોની સલામતીને ધ્યાનમાં રાખીને, ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયા જેવી એરલાઇન્સ પોતાના કેબિન ક્રૂને વાયરસના સંક્રમણથી બચાવવા માટે જરૂરી સલામતી કીટ પ્રદાન કરશે.આ પોશાકમાં લાલ રંગના ફુલ-બોડી સુટ હશે.હાલમાં વિમાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એર ઈન્ડિયા દ્વારા કરવામાં આવતી કાર્ગો અને પરત ફ્લાઇટ્સ સિવાય હાલમાં તમામ વ્યવસાયિક ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.

ડોમેસ્ટિક ફલાઇટ્સમાં મુસાફરી વખતે હવેથી મુસાફરોએ અનેક ગણી સાવચેતી રાખવી પડશે જે કંઇક આમ હશે.

સામાજિક અંતર અને ન્યૂનતમ સંપર્ક જાળવવુ, આયોગ્ય સેતુ એપ્લિકેશન અથવા સ્વ-ઘોષણા ફોર્મ દ્વારા પોતાના આરોગ્યની સ્થિતિને પ્રમાણિત કરવી,મુસાફરી માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ, વેબ ચેક-ઇનની ખાતરી કરો અને બોર્ડિંગ પાસ મેળવવો, ફક્ત એક ચેક-ઇન બેગ અને એક કેબીન બેગ સાથે રાખવી.ખૂબ જ વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, બીમારીઓથી મુસાફરો જેવા નબળા વ્યક્તિઓને હવાઈ મુસાફરીને ટાળવાની સલાહ આપવામાં આવે છે.
પેસેજરે બેગેજ ટેગ / સામાનની ઓળખ નંબર ડાઉનલોડ કરવા, તેને જાતે જ પ્રિન્ટ કરાવીને બેગ પર લગાડવા, જો કોઈ મુસાફર સામાનના ટેગને છાપવામાં નિષ્ફળ જાય, તો તેણે કાગળના ટુકડા પર પીએનઆર નંબર અને તેના નામનો ઉલ્લેખ કરવો અને તેને સામાન સાથે ટેગ કરવું. મુસાફરોએ 2 કલાક પહેલા એરપોર્ટ પર રિપોર્ટિંગ કરવું.ફક્ત માસ્ક પહેરેલ મુસાફર જ ટર્મિનલમાં પ્રવેશ કરી શકશે.એમ.એચ.એ. દ્વારા નિર્ધારિત ધારાધોરણોને પગલે મુસાફરો અધિકૃત ટેક્સી / વ્યક્તિગત વાહનમાં જ મુસાફરી કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here