Home GUJARAT હાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ

હાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ

1910
0

હાઈકોર્ટ દ્વારા શાળાઓ બંઘ હોવા છતા વાલીઓ પાસે ફી ઉધરાવવાના આદેશ બાદ વાલીમંડળ રોષે ભરાયા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જફી ભરવામાં મુદત આપતો સરકારનો પરિપત્ર રદ કરતો વચગાળાનો હુકમ આપ્યા બાદ સુરત વાલીમંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ફી નહીં ભરવા માટે શહેરના તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે. આ સાથે સ્કૂલ સંચાલકોને પણ વાલીઓ પર ફી ભરવાનું દબાણ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે હાઈકોર્ટ દ્વારા સંચાલકો તરફી નિર્ણય બાદ હવે શાળાઓ દ્વારા વાલીઓની કોઈ પણ પ્રકારની ફી માફ કરવામાં આવશે નહીં. હાઈકોર્ટ દ્વારા દસ દિવસમાં સ્કૂલ સંચાલકો, વાલીમંડળ અને સરકાર દ્વારા મિટીંગ કરીને ફી અંગે યોગ્ય નિર્ણય કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં વાલીમંડળે વાલીઓને જણાવ્યું છે કે જ્યાં સુધી કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વાલીઓએ ફી ભરવી નહીં. જો સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવશે તો શિક્ષણ વિભાગને ફરીયાદ કરાશે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here