ચીનમાં કોરોનાના નવા કેસમાં જોવા મળતા, અનેક શહેરોમાં લોકડાઉનની તૈયારી!

ચીનમાં કોરોનાના નવા કેસમાં જોવા મળતા, અનેક શહેરોમાં લોકડાઉનની તૈયારી!

કોરોનાના પ્રસારને રોકવા માટે ચીનમાં લોકડાઉન મોટા સ્તર પર ટેસ્ટિંગ અને મુસાફરી સંબંધિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

નેશનલ હેલ્થ બ્યૂરોએ કહ્યું છે કે ચીનમાં બુધવારે 31,454 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી 27,517 માં કોઈ લક્ષણો જોવા મળ્યા નહતા. જો ચીનની 1.4 બિલિયનની વસ્તી જોઈએ તો આ આંકડો ખુબ જ ઓછો લાગે છે. પરંતુ ચીનમાં તેનાથી ખળભળાટ મચી ગયો છે. ચીનમાં ચાલુ વર્ષે એપ્રિલમાં 29,390 નવા કેસ સામે આવ્યા હતા.

પરંતુ બુધવારના આ આંકડાએ તેને પણ પાર કરી દીધો. એપ્રિલમાં ચીનના મેગાસિટી શાંઘાઈમાં લોકડાઉન લાગ્યું હતું અને લોકો માટે મેડિકલ કેર અને ભોજનની સમસ્યા ઊભી થઈ હતી. ચીનમાં કોરોનાને 3 વર્ષ પૂરા થનાર છે. ઝીરો કોવિડ નીતિના કારણે લોકોમાં આક્રોશ છે.

લોકો તે મુદ્દે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કોરોનાના કારણે તેની પ્રોડક્ટિવિટી ઉપર પણ ખુબ અસર થઈ છે. કોરોનાથી બેઈજિંગમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ પાર્ક, ઓફિસોના બિલ્ડિંગ અને શોપિંગ મોલ્સ બંધ કરવાના આદેશ આપ્યા હતા.