જો આવા સમયે આપની પાસે વોટર ID કાર્ડ નથી, તો પણ આપ મત આપી શકશો

જો આવા સમયે આપની પાસે વોટર ID કાર્ડ નથી, તો પણ આપ મત આપી શકશો

ચૂંટણી પંચ તરફથી નિર્ધારિત 12 પ્રકારના દસ્તાવેજોમાંથી કોઈ પણ એક આઈડી કાર્ડ આપની પાસે હોવું જોઈએ. પાસપોર્ટ અને ડ્રાઈવીંગ લાયસન્સની મદદથી પણ આપ મત આપી શકશો.

આપ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી છો, અથવા તો PSUs પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરી રહ્યા છો, તો કંપનીનું ફોટો આઈડી કાર્ડના આધારે પણ મતદાન કરી શકશો.

આ ઉપરાંત પાન કાર્ડ, આધાર કાર્ડ, પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા આપવામા આવેલી પાસબુક, મનરેગા જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા આપવામા આવેલા હેલ્થ ઈંશ્યોરન્સ કાર્ડ, પેન્શન કાર્ડ જેના પર આપનો ફોટો લાગેલો હોય અને અટેસ્ટેડ હોય, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન દ્વારા જાહેર કરવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, ધારાસભ્ય/સાંસદ/વિધાનપરિષદના સભ્ય તરફથી આપવામાં આવેલા સત્તાવાર ઓળખાણ પત્ર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તરફથી આપવામા આવેલ વિશિષ્ટ વિકલાંગતા આઈડી કાર્ડને બતાવીને પણ આપ મત આપી શકશો.