Home GUJARAT દર શનિવારે મુંબઇથી ભુજ કચ્છના રણોત્સવ માટે ટ્રેન શરૂ કરાશે

દર શનિવારે મુંબઇથી ભુજ કચ્છના રણોત્સવ માટે ટ્રેન શરૂ કરાશે

284
0

રણોત્સવ સમયે આઇઆરસીટીસીએ પ્રવાસીઓ માટે ખાસ પેકેજ શરૂ કર્યું છે. એક ખાસ ટ્રેન દર શનિવારે મુંબઇથી ઉપડી બોરીવલી, સુરત અને બરોડા જંકશન પર સ્ટોપ કરી બીજા દિવસે ભુજ પહોંચશે. આ ખાસ ટ્રેન ત્રણ દિવસ ભુજમાં જ રહેશે ચોથા દિવસે બપોરે ઉપડી પાંચમાં દિવસે પરત મુંબઇ પહોંચશે.

કચ્છના પ્રવાસે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ રણોત્સવની સીઝન સમયે આવતા હોય છે. મુંબઇથી ભુજ હાલ એક જ ફલાઇટ હોવાથી પ્રવાસીઓનો ધસારો ટ્રેન તરફ વળ્યો છે. તો અનેક પ્રવાસીઓ ઉંચા ભાવે પણ ફલાઇટથી આવતા હોય છે. રણોત્સવ સમયે શરૂ કરાયેલી ખા ખાસ ટ્રેન મુંબઇના દાદર ટર્મીનશથી દર શનીવારે બપોરે ત્રણ વાગ્યે ઉપડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here