Home Business સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ કફોડી, ભાવવધારાને કારણે 100 મીલો બંધ થવાના આરે

સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ કફોડી, ભાવવધારાને કારણે 100 મીલો બંધ થવાના આરે

349

સુરત શહેરનું નામ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. જોકે હવે એ નામ ધીમે ધીમે નીચે આવે તો નવાઈ નહિ.કારણ કે, કોરોના બાદથી શરૂ થયેલા ઉદ્યોગોની હાલત કફોડી બની ગઈ છે. હજુ પણ ઉદ્યોગ પાટા પર નથી ચડ્યો, ત્યાં એક બાદ એક મુશ્કિલીઓનો સામનો કરવાનો વારો આવતો દેખાઈ રહ્યો છે.કોલસા અને કેમિકલ સહિતની વસ્તુઓના ભાવ વધારાના કારણે મીલ માલિકો માથું પકડીને બેસી ગયાં છે. આ ભાવ વધારો વેપારીઓ પાસેથી લેવો કે નહીં તે અંગેની ચર્ચા કરવા માટે આજે એસજીટીપીએએ બેઠક બોલાવી હતી. કારણ કે, ફૂલ પ્રોડક્શન હોવા છતાં પ્રતિ મહિને મીલ માલિકો 10 લાખથી વધુની ખોટ ભોગવી રહ્યાં છે.જેથી મીલો બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.

રો મટીરીયલ્સના ભાવમાં સતત વધારો
જીતેન્દ્ર વખારીયા(પ્રમુખ-સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન) જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં પ્રિન્ટિંગના ગમમાં 25 ટકા, ઓક્ઝિલરીમાં 18થી 25 ટકા, હાઇ ડ્રોમાં 30 ટકા અને કોલસામાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.કોલસાના ભાવ પહેલા આઠ હજાર હતાં તે હાલમાં 10,500 પ્રતિ ટન થઇ ગયા છે. જ્યારે રો મટીરિયલ્સના ભાવમાં સતત વધારાના કારણે મિલ માલિકોને હાલ તો ભાવ વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.જેના લીધે તમામ બાબતોની ચર્ચા કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ચીનથી આયાત કરવામાં આવતા કેમિકલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેથી મીલ માલિકો જોબવર્કના ભાવમાં વધારો નહીં કરે તો મીલને કાયમી ધોરણે તાળા મારી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા આ અંગે બેઠક પણ યોજવામાં આવી હતી.

100 મીલ બંધ થવાની ભીતિ
કાપડ ઉદ્યોગમાં જીએસટી, આયાત ડ્યુટી, કોરોના, માંગમાં ઘટાડો જેવા મુદ્દે કાપડ ઉદ્યોગ તેમાં પણ ખાસ કરીને ડાઈંગ પ્રોસેસિંગ એકમો પહેલાથી જ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. જો આ પરિસ્થિતિમાં સુધારો નહિ આવે તો દિવાળી સુધી કે ત્યારબાદ 100 જેટલી મીલ બંધ થઈ જાય તો નવાઈ નહિ તેમ જીતેન્દ્ર વખારીયા(પ્રમુખ-સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન) એ ઉમેર્યું હતું.