ફેનિલના ચહેરા પર જરા પણ પસ્તાવો નથી, હાલ લાજપોર જેલમાં ધકેલી દેવાયો

ફેનિલના ચહેરા પર જરા પણ પસ્તાવો નથી, હાલ લાજપોર જેલમાં ધકેલી દેવાયો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાના આરોપી ફેનીલના રીમાન્ડ પૂર્ણ થયાં હતાં. કામરેજ પોલીસે હત્યારા ફેનીલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી એકવાર કઠોર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ માગ્યા ન હતાં.

મૃતક યુવતી તરફથી કોર્ટમાં હાજર રહેલા એડિશન આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુશન પ્રદીપ સથવારે જણાવ્યું હતું કે આરોપીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં  મોકલવામાં આવ્યો હતો. હવે બુધવારે મુદતની તારીખ પડી છે અને ટૂંકસમયમાં પોલીસ કેસની ચાર્જશીટ રજૂ કરશે. હત્યારા ફેનીલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ફેનીલના વર્તાવમાં થોડોક પણ પસ્તાવો દેખાયો ન હતો.