સુરતીઓ માટે ખુશખબરઃ શારજાહ બાદ સુરત એરપોર્ટથી વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઇ શકે છે

24 INDIA : સુરતમાંથી વિદેશ જતા લોકો માટે સારા સમાચાર છે. સુરતના એરપોર્ટ પરથી વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. દુબઈ અને બેંગકોકની ફ્લાઈટ ડિસેમ્બર સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ખાનગી એરલાઈન્સ કંપનીઓએ રસ દાખવ્યો છે.

હાલમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર શારજાહની ફ્લાઈટ ઉપડે છે. શારજાહ બાદ દુબઈ અને બેંગકોક જવા માટે સુરતવાસીઓએ માગ કરી હતી. સુરતવાસીઓની માગને લઈને નાતાલ સુધીમાં વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

એર ઇન્ડિયાની સુરતથી શારજાહની ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ ઇન્ડિગો એરલાઇન્સ દુબઇ અને બેંકકોની ફ્લાઇટ શરૂ કરે તેવી સુરતીઓ દ્વારા માંગ કરવામાં આવતી હતી. ત્યારે ખાનગી કંપનીઓએ સુરતથી ઈન્ટનેશનલ ફ્લાઇટ માટે રસ દાખવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરત-શારજાહ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. જેને લઇને પેસેન્જરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે એર ઇન્ડિયા દ્વારા આશા પણ વ્યક્ત કરાઇ હતી કે, સુરતનો રિસ્પોન્સ આવો જ રહેશે તો આગામી દિવસોમાં વધુ ફ્લાઇટો મળી શકે છે. ત્યારે હવે ખાનગી એરલાઈન્સ કંપનીઓ તરફથી સુરતને વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી શકે છે.

One thought on “સુરતીઓ માટે ખુશખબરઃ શારજાહ બાદ સુરત એરપોર્ટથી વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઇ શકે છે

  1. Pingback:3argumentative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *