Home NATIONAL પેટ્રોલપંપના માલિકની દરિયાદીલી, દિકરીનો જન્મ થતા પેટ્રોલપંપ પર આપી રહ્યા છે ફ્રી...

પેટ્રોલપંપના માલિકની દરિયાદીલી, દિકરીનો જન્મ થતા પેટ્રોલપંપ પર આપી રહ્યા છે ફ્રી પેટ્રોલ

8873

દરેક વ્યક્તિ પરિવારમાં નવા મહેમાન તરીકે દીકરીના આગમનની ઈચ્છા રાખે છે અને જો તેની ઈચ્છા પૂરી થાય તો તે ખુશીમાં ચાર ચાંદ લાગી જાય છે. આવું જ કંઈક મધ્યપ્રદેશના બૈતુલમાં જોવા મળ્યુ છે. અહીં પ્રેટ્રોલ પંપના માલિકની ભત્રીજીએ દીકરીને જન્મ આપતા તેણે ગ્રાહકોને ખાસ ઓફર આપીને એકસ્ટ્રા પેટ્રોલ આપ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે, બૈતુલ જિલ્લાના ગંજ વિસ્તારમાં રહેતા પેટ્રોલ પંપ માલિક રાજેન્દ્ર સૈનાણીના સ્વર્ગસ્થ મોટા ભાઈ ગોપાલદાસ સૈનાનીની પુત્રી શિખા જન્મથી જ બહેરી છે. ઘણા વર્ષો પહેલા શિખાના પિતા ગોપાલદાસનું બીમારીને કારણે અવસાન થયું, ત્યારથી જ રાજેન્દ્ર સૈનાણીએ જ શિખાને ઉછેરી હતી. એટલું જ નહીં બહેરા અને મૂંગા હોવા છતાં, તેનો સંબંધ કરીને તેના ધામધૂમથી લગ્ન કર્યા. હાલમાં શિખાનો પતિ મધ્યપ્રદેશના ભોપાલમાં (Bhopal) કામ કરે છે.

રાજેન્દ્ર સૈનાનીએ પોતાની ભત્રીજી બહેરી અને મૂંગી હોવાથી તેણે સંકલ્પ લીધો હતો કે, શિખાના ધરે પારણુ બંધાશે ત્યારે તે તેને યાદગાર ક્ષણમાં ફેરવી દેશે. ત્યારે શિખાના (Sikha) આંગણામાં નવજાત બાળકીની કિલકારીથી સમગ્ર પરિવારનું વાતાવરણ ખુશનુમા જોવા મળ્યુ. ખુશીની આ ક્ષણમાં પરિવારે મીઠાઈ વહેંચવાના સાથે ગ્રાહકોને એકસ્ટ્રા પેટ્રોલ આપીને અનોખી ઉજવણી કરી.

ભત્રીજીના ઘરે લાડલી લક્ષ્મીના આગમન પર ખુશી બમણી કરવા માટે, રાજેન્દ્રએ તેના પેટ્રોલ પંપ (Petrol Pump) પર ત્રણ દિવસ માટે ખાસ ઓફરની જાહેરાત કરી. આ મુજબ ગ્રાહકોને સવારે 9 થી 11 અને સાંજે 5 થી 7 સુધી વધુ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર હેઠળ, ગ્રાહકો 100 રૂપિયાના પેટ્રોલ પર 5 ટકા અને 200 થી 500 રૂપિયાના પેટ્રોલ પર 10 ટકા વધુ પેટ્રેલ આપવામાં આવી રહ્યુ છે.