Home GUJARAT નવરાત્રિમાં આટલા વાગ્યા સુધી ગરબા રમવાની મળી શકે છે છૂટછાટ, ચાલી રહી...

નવરાત્રિમાં આટલા વાગ્યા સુધી ગરબા રમવાની મળી શકે છે છૂટછાટ, ચાલી રહી છે વિચારણા

424

રાજ્યમાં નવરાત્રિ પર્વને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયાની કમાણી કરતા હતા અને માતાજીના ગરબા ના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોનામાં બંધ થઈ ગયુ છે અને પહેલાની જેમ શેરી ગરબા અને જવારાનું સ્થાપન -પૂજા વગરે ચાલુ રહેતા બાળકો વર્ષો અગાઉ ની જૂની પરંપરા થી વાકેફ થયા છે ત્યારે ચાલુ વર્ષે પણ સરકારે કોમર્શિયલ રાસ – ગરબા માટે મંજૂરી આપી નહીં હોવાથી પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય.

નોંધનીય છે કે કોરોના પહેલાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબા માટે પાસ સિસ્ટમ પણ હતી. ગરબા રસિકો સતત 9 દિવસના પાસ લઈ લેતા હતા. આ ઉપરાંત આયોજકોને ટીકીટ જાહેરખબર મળતા આવક થતી હતી આ સિવાય નવરાત્રી અગાઉ ખાસ ગરબા કલાસ ચાલતા હતા તેમજ ડીજે,ગાયકો વગરે આખી ચેઇન હતી જે હાલ ઠપ્પ છે.

હાલમાં મોટા શહેરોમાં રાતે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જો કે જન્માષ્ટમી પર્વ માં સરકારે 1 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુક્તિ આપી હતી તે જોતા નવરાત્રીમાં પણ સોસાયટીઓમાં ગરબા રમવા માટે સરકાર નવરાત્રી દરમિયાન પણ રાતે 1 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપશે તેમ માનવામાં આવી રહ્યુ છે.