હોમ અને પર્સનલ લોન લેનારા લોકો માટે સારા સમાચાર, આ બેંક આપશે ફક્ત 59 મિનિટમાં લોન

લોકોએ પોતાનું નવું ઘર લેવા માટે હોમ લોન કે અન્ય કોઈ મોંઘી વસ્તુ લેવા માટે પર્સનલ લોન લેવી પડે છે. એનાથી એમની જરૂરિયાત પુરી થઈ જાય છે અને પછી થોડા થોડા કરીને પૈસાની ચુકવણી પણ થઇ જાય છે. પણ લોન લેવી એ પણ કોઈ સરળ કામ નથી. એના માટે પણ ઘણો સમય ખર્ચ થઇ જાય છે. પણ હવે તમારે વધારે પરેશાન થવાની જરૂર પડશે નહિ. જણાવી દઈએ કે, હોમ અને પર્સનલ લોન લેનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે. અને આજે અમે તમને એના વિષે જ જણાવવાના છીએ.

મિત્રો, જાણકારી માટે જણાવી દઈએ કે, જલ્દી જ તમને તમારું પોતાનું ઘર ખરીદવા માટે 59 મિનિટમાં જ લોન મળી જશે. જી હાં, સાર્વજનિક ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીજ બેંકે જાહેર કરેલા પોતાના એક નિવેદનમાં આ બાબતે જણાવ્યું છે. જણાવી દઈએ કે એમના જણાવ્યા અનુસાર, બેંક પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર રિટેલ પ્રોડક્ટ્સ જેવી કે, હાઉસિંગ લોન અને પર્સનલ લોનની સુવિધા શરૂ કરવાની છે.

તમને કદાચ ખબર નહીં હોય તો જણાવી દઈએ કે, અત્યારે સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ સેક્ટરને 59 મિનિટ લોન પોર્ટલ દ્વારા સરળતાથી લોન મળી જશે. અને ટૂંક સમયમાં સામાન્ય નાગરિકને પણ આ રીતે ઓછા સમયમાં લોન મળતી થશે. જણાવી દઈએ કે, દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના ચેરમેન, એમડી અને સીઈઓની સાથેની બેઠકમાં રિટેલ ગ્રાહકોને પણ 59 મિનિટમાં હોમ અને પર્સનલ લોન આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

એમણે આ બાબતે બેંકોને પ્રસ્તાવ આપ્યો છે કે, જે રીતે નાના વેપારીઓને ઓછા સમયમાં લોન આપવામાં આવે છે, આ રીતનું પોર્ટલ બીજા ગ્રાહકો માટે પણ શરૂ કરવામાં આવે, જેનાથી તેમને પણ સરળતાથી હોમ, ઓટો અને પર્સનલ લોન મળી શકે. એમનું માનવું છે કે, આ રીતે અર્થવ્યવસ્થાને ઝડપ મળશે અને માંગ વધવાથી ઓટો, રિયલ એસ્ટેટ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર્સને પણ સારો ફાયદો મળશે. હાલમાં નાણા મંત્રાલય એમના આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યું છે.

જણાવી દઈએ કે, 59 મિનિટમાં લોન આપવાની સુવિધા હાલમાં ફક્ત નાના વેપારીઓને જ મળે છે. એના માટે તેઓ psbloansin59minutes. com પર સરળતાથી 1 થી 5 કરોડ રૂપિયા સુધીની લોન માટે આવેદન કરી શકે છે. અને આ યોજનાનું ક્ષેત્ર વધારવા માટે બીજી બેંકો સાથે પણ કરાર કર્યો છે. એ બેંકોમાં એસબીઆઈ, કોર્પોરેશન બેંક, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ અને આંધ્ર બેંકનો સમાવેશ થાય છે.

લોન માટેના આ 59 મિનિટ વાળા પોર્ટલ પર, આ બેંકોને સિલેક્ટ કરનારા વેપારીઓની 5 કરોડની રકમની લોન આ યોજના હેઠળ 1 કલાકમાં પાસ થઈ જશે. જણાવી દઈએ કે, આ પ્રકારની લોન પર વ્યાજની શરૂઆત 8.7% થી થાય છે.

એ સિવાય મહત્વની અન્ય એક વાત પણ જણાવી દઈએ કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો થયા પછી IOB એ પોતાના MCLR પણ 10 થી લઈને 15 bsp સુધી ઘટાડ્યા છે. અને આ નવા દર 10 ઓગષ્ટથી લાગૂ થઈ ચુક્યા છે. અને સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર IOB એ કહ્યું છે કે, તે SBI ની જેમ MCLR માં હોમ લોન લેનાર રિટેલ ગ્રાહકો માટે એક્સટર્નલ બેંચમાર્ક રેપો રેટથી લિંક કરવા જઈ રહ્યાં છે.

One thought on “હોમ અને પર્સનલ લોન લેનારા લોકો માટે સારા સમાચાર, આ બેંક આપશે ફક્ત 59 મિનિટમાં લોન

  1. Pingback:1sexually

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *