કેન્દ્ર સરકાર એવા લોકો માટે નવી સ્કીમ લાવવા જઈ રહી છે, જેમને કોરોના વેક્સિનના બન્ને ડોઝ મળી ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ડોઝ લેનારા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો ઇવેન્ટનું આયોજન કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, લોકોને કોરોના રસીકરણ તરફ પ્રોત્સાહિત કરવા માટે સરકારની આ યોજના છે. આ સ્ટેટર્જી એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેમને હજુ સુધી કોરોના રસીનો એક પણ ડોઝ મળ્યો નથી. સરકારે પોતાની રણનીતિમાં એવા લોકોને પણ સામેલ કર્યા છે, જેમને રસીનો પહેલો ડોઝ મળ્યો છે, પરંતુ બીજો ડોઝ આપવાનો બાકી છે.
આ ઉપરાંત, સરકારે સંપૂર્ણ રસીકરણ કરાયેલા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો પ્રોગ્રામ્સ શરૂ કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કાર્યસ્થળ પર રસીકરણ હાથ ધરવા અને સંપૂર્ણ રસીવાળા કર્મચારીઓને બેજ આપવા જેવી અન્ય પહેલોની પણ યોજના બનાવી છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ પહેલ ટૂંક સમયમાં શરૂ કરવા સૂચવવામાં આવી શકે છે.
આ ઉપરાંત, સંપૂર્ણ રસીવાળા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો ઇવેન્ટ્સ પણ યોજવામાં આવી શકે છે. લકી ડ્રોના વિજેતાઓને રસીકરણ માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે રસોડાની વસ્તુઓ, રાશન સામગ્રી, મુસાફરી પાસ, રોકડ ઇનામ જેવી વસ્તુઓ આપી શકાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 82 ટકા લાયક વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે લગભગ 43 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. તે જ સમયે, 12 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ આવવાનો બાકી છે.