સુકાની હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ રવિવારે ICC મહિલા T20 વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ પોતાના પ્રથમ ટાઇટલની શોધમાં છે.
ગત વખતે તેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો. હરમનપ્રીતની ટીમ આ વખતે ટાઈટલ જીતવામાં કોઈ કસર છોડશે નહીં. આ સાથે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પાંચમી જીત પણ નોંધાવવા માંગશે.
ભારત-પાકિસ્તાનની મેચ પુરુષ હોય કે સ્ત્રી હોય અને કોઈપણ રમતમાં મેચને લઈને સૌ કોઈ ઉત્સુક હોય છે. છેલ્લી વખત એશિયા કપ T20 મેચમાં બંને ટીમો સામસામે આવી હતી, જ્યારે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત પણ એ હારનો બદલો લેવાના ઈરાદા સાથે ઉતરશે.