ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તારીખ જાહેર, 10879 ગ્રામ પંચાયતોમાં આ તારીખે યોજાશે મતદાન

    685

    રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

    9 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

    તમને જણાવી દઈએ કે જે ગામોમાં ચૂંટણી છે ત્યાં આજથી આચારસંહિતા લાગુ થશે. આ ગામોમાં 2 કરોડ 6 લાખ 53 હજાર મતદાતા છે. તો આ ગામોના 27,085 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જો કે જ્યાં સમરસ ગ્રામ પંચાયત થશે ત્યાં ચૂંટણી થશે નહીં.

    મહત્વનું છે કે ​​​​​​​​​​​​​​અંદાજિત 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં 10 હજાર 284 સરપંચની ચૂંટણી યોજાશે. ઉપરાંત જે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પુરી થાય છે તેવી અને જેની મુદત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે.

    તો તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મળેલી માહિતી પ્રમાણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે.

    ચૂંટણી પંચે જણાવ્યું કે દરેક ગામમાં વધુ બૂથ હોય છે, ઉપરાંત 10 હજારથી વધુ ગામોમાં જ્યારે ચૂંટણી થઇ રહી છે. ત્યારે એટલા બધા EVM ઉપલબ્ધ ન હોવાના કારને ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે. તો 54 હજાર 387 જેટલી મતપેટીની જરૂર છે. અને તેટલી મતપેટી કમીશન પાટે ઉપલબ્ધ છે.