ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો, ઓરેવા કંપનીને નોટિસ ફટકારી

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો, ઓરેવા કંપનીને નોટિસ ફટકારી

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મોરબી બ્રિજ તૂટી પડવાની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે આ ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટીમે અત્યાર સુધી શું કર્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે.

આ સાથે હાઈકોર્ટના અગાઉના આદેશ પર શું પગલાં લેવામાં આવ્યા હતા, તે પણ જણાવવું જોઈએ. એટલું જ નહીં હાઈકોર્ટે બ્રિજનું નવીનીકરણ કરી રહેલા ઓરેવા ગ્રુપને પણ નોટિસ ફટકારી છે. આ વર્ષે ઓક્ટોબરમાં આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. કોર્ટે સુઓમોટો દ્વારા શરૂ કરેલી કાર્યવાહીમાં કંપનીને પ્રતિવાદી બનાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેંચે અજંતા કંપનીને નોટિસ ફટકારી છે. અરજદારે માંગ કરી છે કે કંપની અકસ્માતને કારણે થયેલા નુકસાનની ચૂકવણી માટે જવાબદાર બને.